ગુજરાત યુનિ.માં સફાઈ અભિયાન દરમિયાન કૃષિમંત્રીને ‘બાટલી’ મળી!
અમદાવાદમાં આવેલી જાણીતી ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન હેઠળ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. યુનિવર્સિટી પરિષરમાં સફાઈ કરતી વખતે મંત્રી ઋષિકેશ પટેલને દારૂની નાની ખાલી બોટલ મળી આવી હતી. જો કે, આ બાટલી આરોગ્ય મંત્રીએ સિફતપૂર્વક છુપાવી મહિલા વી. સી.ને આપી દીધી હતી. જ્યારે વી. સી.એ પણ બાટલી પાણીની બોટલ નીચે છુપાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કેમેરાએ બધુ કેપ્ચર કરી લીધું હતું.
અમદાવાદમાં સફાઈ અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમને લઈ મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી ખાતે સફાઈ કરવા પહોંચ્યા હતા. દરમિયાન, તેમની સાથે પાર્ટીનાં અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. યુનિવર્સિટીનાં પરિસરમાં સફાઈ કરતી વખતે મંત્રી ઋષિકેશ પટેલને એક ખાલી બોટલ મળી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં લોકો બોટલને લઈ અલગ-અલગ તર્ક આપી રહ્યા છે. જ્યારે સરકાર પાસે જવાબ પણ માગ્યો છે.