For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારે કરી, દાદા દિલ્હી જવા નીકળ્યા ને 200 કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યું જ નહીં

05:51 PM Feb 29, 2024 IST | Bhumika
ભારે કરી  દાદા દિલ્હી જવા નીકળ્યા ને 200 કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યું જ નહીં

મુખ્યમંત્રી માટે ખરીદાયેલું 200 કરોડનું પ્લેન સતત ચર્ચામાં અને વિવાદમાં આવતું રહે છે. કોંગ્રેસ પણ અનેકવાર આ પ્લેનને લઈને સવાલો કરી ચૂક્યું છે. ત્યારે અમદાવાદ સી પ્લેન ન ઉડ્યાના અનેકવાર સમાચાર આવ્યા છે. પરંતું હવે તો મુખ્યમંત્રીનું પ્લેન પણ ઉડતુ નથી. 200 કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યુ જ નહિ. જેને કારણે દિલ્હી જવા નીકળેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી તથા મહામંત્રી રત્નાકરને કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવાનો વારો આવ્યો હતો.

Advertisement

બુધવારે સવારે મુખ્યમંત્રી સહિતનો વીવીઆઈપી લોકોનો કાફલો દિલ્હી જવા નીકળ્યો હતો. સરકાર પાસે હાલ 200 કરોડનું નવુ પ્લેન છે. પરંતું આ પ્લેન મેઈનટેન્સ ક્લિયરન્સના કારણે ઉડી જ ન શક્યું. પ્લેન ન ઉડતા ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, વિજય રૂૂપાણી તથા મહામંત્રી રત્નાકરનો દિલ્હી પ્રવાસ અટવાયો હતો. મુખ્યમંત્રી ગુજસેલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક વિમાન ખરાબ છે. તો બીજા વિમાનનો પાઈલટ રજા પર, મુખ્યમંત્રીના પીએએ અધિકારીઓને તતડાવ્યા હતા.આ પ્લેન ન ઉડતા ગુજરાતના ઓફિસરોએ એર એમ્બ્યુલન્સમાં ફેરવી દેવાયેલા જુના પ્લેનમાં જવાનું નક્કી કર્યું. પરંતુ તે પ્લેનને ઉડાવવા માટે પાયલટ હાજર જ ન હતો. છેવડે દિલ્હીથી ચાર્ટર પ્લેન ભાડે મંગાવવામાં આવ્યુ હતું. જેના બાદ આ મહાનુભાવો દિલ્હી જવા નીકળ્યા હતા. આમ, ગુજરસેલના ગેરવહીવટને કારણે ચારેય મહાનુભાવો એરપોર્ટ પર અટવાયા હતા. આ વાત આટલેથી અટકતી નથી. ભાડેથી લાવવામાં આવેલા ચાર્ટરમાં પણ માત્ર પાંચ મુસાફરોની જ ક્ષમતા હતા. તેથી મુખ્યમંત્રીને સલામતી રક્ષક વગર દિલ્હી જવુ પડ્યુ હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement