મોરબીના જિલ્લા પૂરવઠા અધિકારીને એજન્સીના સંચાલકે ગાળો ભાંડી-ધમકી આપી
મોરબીમાં પુરવઠાન ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો કોન્ટ્રાકટ રાખનાર એજન્સી પૂર્ણ કરી સકી ના હતી જેથી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જે સારું નહિ લાગતા એક ઇસમેં નાયબ જીલ્લા મેનેજરને વ્હોટસએપ કોલ કરી ગાળો આપી ધાક ધમકી આપી હતી.
મોરબીના ઉમા ટાઉનશીપ પાસે હરિપાર્ક સોસાયટીમાં રહેતા મૂળ મોઢેરાના વતની દેવેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી (ઉ.વ.34) આરોપી મહેબુબ આઈ સોલંકી રહે રાજકોટ પોપટપરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમાં નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ 2 તરીકે નોકરી કરે છે
જીલ્લા પરિવહન ઈજારદારનો કોન્ટ્રાકટ વર્ષ 2023-25 નો આશિયાના કોટન વર્કસને મળ્યો છે તેમનું કામ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફ.સી.આઈ) ના વાંકાનેર ખાતેના ગોડાઉનથી મોરબી જીલ્લાના તમામ તાલુકાના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો પૂરો પાડવાની અને ગોડાઉન ખાતે મજુરો પૂરા પાડવાની જવાબદારી છે જેના પ્રતિનિધિ મહેબુબ આઈ સોલંકી છે.
છેલ્લા એક વર્ષથી આશિયાના કોટન વર્કસ દ્વારા જીલ્લાના પુરવઠાના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો અને મજૂરોની વ્યવસ્થા પૂરી કરી ના હોવાથી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આશિયાના કોટન વર્કસને અવારનવાર મૌખિક અને ટેલીફોનીક તેમજ લેખિત જાણ કરી સમયસર પુરવઠો અને મજુરો પુરા પાડવા જાણ કરી હતી તા. 14 જુનના ફરિયાદી દેવેન્દ્રસિંહ પોતાના ઘરે હોય ત્યારે મહેબુબ આઈ સોલંકીના મોબાઈલમાંથી ત્રણ વોટ્સએપ કોલ આવ્યા જે ઉપાડ્યા નહિ બાદમાં ફરીથી વોટ્સએપ કોલ કરતા શંકા જતા બીજા મોબાઈલમાં વોઈસ રેકોર્ડીંગ ચાલુ કરી વ્હોટસએપ કોલ ઉપાડ્યો હતો જેમાં મહેબૂબે જેમ ફાવે તેમ ગાળો આપી ધાક ધમકી આપી હતી જેથી વ્હોટસએપ કોલ કટ કરી નાખ્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે