For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RMD ગુટકામાં નિકોટીન મળતા એજન્સી સંચાલકને પાંચ વર્ષની કેદ

04:34 PM Nov 12, 2025 IST | admin
rmd ગુટકામાં નિકોટીન મળતા એજન્સી સંચાલકને પાંચ વર્ષની કેદ

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર એચ. જી. મોલીયા દ્વારા તા.18/03/2013 ના રોજ રાજકોટના ભાભા એજન્સી, દુકાન નં. 5, 6, ડી. એચ. ચેમ્બર્સ, ભારત પેટ્રોલપંપની બાજુમાં, કુવાડવા રોડ, રાજકોટમાં ખાદ્યચીજોના ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થ શંકાસ્પદ લાગતાં ફુડ સેફટી ઓફીસર દ્વારા દુકાનમાં પડેલ ગુટકાનો નમુનો લેવામાં આવેલ હતો જે પૃથકકરણમાં નિષ્ફળ નિવડતાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 ની અલગ અલગ કલમો તળે લેવાયેલ નમુનો ખાદ્ય પદાર્થ માટે અનસેફ હોય તે મતલબની ફરીયાદ કરેલ હતી.

Advertisement

સદરહું કેસ ચાલી જતાં મ્યુનીસીપલ કોર્ટ દ્વારા ગુન્હો સાબિત માની બરોડા સ્થિત જાણીતી ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. ના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 ની કલમ 3(1) (ઝેડ.ઝેડ) (5)(8) મુજબ 27(1) અને 27(2)(સી) અને કલમ 28ના ભંગ બદલ કલમ 59(3) હેઠળ પાંચ વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ અને રૂૂ. 3,00,000/- અંકે રૂૂ. ત્રણ લાખ પુરા દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલે. જો દંડ ભરવામાં નહીં આવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ તેમજ કલમ 58 હેઠળ રૂૂ.50,000/ પચાસ હજાર પુરાનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને જો સદરહું દંડની રકમ ભરવામાં નહી આવે તો વધુ બે માસની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ.

બરોડા સ્થિત સુપ્રસિધ્ધ ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ને પણ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડડ એકટ 2006 ની કલમ 3(1) (ઝેડ.ઝેડ)(5)(8), 27(1) અને 27(2) (સી) અને કલમ 28 ના ભંગ બદલ કલમ 59(3) હેઠળ રૂૂ.3,00,000/- અંકે રૂૂ. ત્રણ લાખ પુરા દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ તેમજ કલમ-58 હેઠળ રૂૂ.50,000/- પચાસ હજાર પુરાનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો વધુ બે માસની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ.

Advertisement

જો ઉત્પાદક પેઢી દ્વારા દંડ ભરવામાં ન આવે તો તેની છ માસ અને બે માસની સજા ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની આરોપી નં. 2 અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલે ભોગવવાનો હુકમ ફરમાવેલ. વધુમાં ઉપરોકત દંડ ભરવામાં ન આવે તો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની કલમ 96 મુજબ દંડની રકમ રેવન્યુ રાહે વસુલ કરવો અને ડીફોલ્ટરના કિસ્સામાં લાઈસન્સ રદ કરવાનો હુકમ ફરમાવેલ.

ફુડ સેફટી ઓફીસર દ્વારા જે ગેરકાયદેસર ગુટકાનો જથ્થો રાખવામાં આવેલ હતો તેનો નમુનો લઈ બરોડા સ્થિત સરકાર માન્ય ફુડ લેબોરેટરીમાં એનાલીસીસ માટે મોકલવામાં આવેલ હતો અને સદરહું પૃથકકરણની અંદર વેચાણ અર્થે રાખેલ ગુટકાની અંદર નિકોટીન જણાઈ આવેલ હતું.

રાજકોટ સ્થિત ભાભા એજન્સી દ્વારા આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી વેચાણ કરતા હોય જેથી ફુડ સેફટી ઓફીસર એચ. જી. મોલીયા દ્વારા જરૂૂરી કાર્યવાહી કરી રાજકોટની મ્યુનીસીપલ કોર્પોરેશન વતી ફરીયાદી બની રાજકોટ મ્યુનીસીપલ અદાલતમાં મેસર્સ ભાભા એજન્સીના માલીક / ફુડ બિઝનેસ ઓપરેટર રાજકુમાર દયારામ ક્રિષ્નાણી તથા મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ઉત્પાદક પેઢીના નોમીની અનિલ મહેન્દ્રભાઈ પટેલ તથા ઉત્પાદક પેઢી મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- 2006 મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

આ કેસમાં મુળ ફરીયાદી દ્વારા અલગ અલગ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તેમજ ગુજરાત રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ અલગ અલગ નોટીફીકેશનો રજુ કરવામાં આવેલ હતા જે ધ્યાને રાખી રાજકોટની મ્યુનીસીપલ કોર્ટના ન્યાયમૂર્તિ કે. આર. ગાંગનાણી દ્વારા જાણીતી ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. તથા ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને તકસીરવાન ઠરાવી ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને જેલ હવાલે કરેલ હતાં. આ કામે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement