રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લગ્ન બાદ મિત્રો સાથે નાસ્તો કરવા નીકળેલા વરરાજાને કાળ ખેંચી ગયો

11:35 AM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટથી વતન વાલાસણ ગામે જુવાનજોધ પુત્રના લગ્ન કરવા ગયેલા વાળા પરિવારને કયા ખબર હતી કે વિધાતાને આ મંજુર નથી પરણેતરની રાત્રે જ વરરાજાએ ફેરા પુરા કર્યા બાદ સુહાગરાત મનાવે તે પહેલા જ મિત્રો ધરાર નાસ્તો કરવા મીંઢોળબંધ યુવાનને ઉપાડી ગયા હતાં. પરંતુ રસ્તામાં જ સ્કોર્પિયો પલટી ખાઈ જતાં વરરાજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગી રહી હતી તે જ ઘરે પલવારમાં જ માતમ છવાઈ જતાં પરિવાર શોકમંગ્ન બની ગયો છે.

Advertisement

આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટનાં ઘંટેશ્ર્વર નજીક એસઆરપી કેમ્પ પાસે આવેલ આસ્થા રેસીડેન્સીમાં રહેતા વાળા પરિવારના યુવાન પુત્ર રવિરાજસિંહના લગ્ન લખાયા હોય પરિવારજનો પોતાના વતન વાલાસણ ગામે પુત્રના ધામધુમથી લગ્ન રાખ્યા હતાં. અને સગાવ્હાલા, સ્નેહીજનોને લગ્નમાં નિમંત્રણ પાઠવ્યા હતાં.

27 તારીખે સાંજે મિંઢોળબંધ વરરાજા રવિરાજસિંહ વાળાનું સાંજે ફુલેકુ નીકળ્યું હતુંં અને નાના એવા ગામમાં ફુલેકુ ફર્યા બાદ વરરાજા દુલ્હનને લઈ ચોરીના ચાર ફેરા ફરવા મંડપે પહોંચ્યા હતાં. રાત્રિનાં ફેરા પત્યા બાદ જનેતાએ નવદંપતિનું સામૈયુ કર્યુ હતું અને દુલ્હન બનીને આવેલી દીકરીના ઘરમાં કંકુ પગલાં પાડયા હતાં. લગ્નની આ વિધી પૂર્ણ થયા બાદ દુલ્હન બેડરૂમમાં વરરાજાની રાહ જોઈને બેઠી હતી. બીજી બાજુ વરરાજા દુલ્હન પાસે જાય તે પહેલા જ મિત્રો અને સગા સંબંધીઓ તેને હેરાન કરવા વરરાજાને બળજબરીથી નાસ્તો કરવાના બહાને ઘરેથી લઈ ગયા હતાં. મોડીરાત્રીનાં વરરાજાના મિત્રો અને સગા સંબંધી સહિત પાંચ વ્યક્તિ સ્કોર્પિયોમાં વાલાસણથી પાનેલી ગામે નાસ્તો કરવા જવા રવાના થયા હતાં. પરંતુ વાલાસણ અને પાનેલી વચ્ચે આવેલ રેલવે ફાટક પાસે જ સ્કોર્પિયો પલટી ખાઈ જતાં મિંઢોળબંધ વરરાજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની ભાયાવદર પોલીસને વહેલી સવારે જાણ કરવામાં આવતાં પોલીસ જમાદાર જે.એમ.રાજપરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મરાજસિંહ જાડેજા સ્કોર્પિયો કાર ચલાવી રહ્યાં હતાં અને વાલાસણ-પાનેલી વચ્ચે ફાટક પાસે ગોલાઈ પર સ્કોર્પિયો પહોંચી ત્યારે ઓચિંતા જ ભુંડ આડુ ઉતરતા તેને બચાવવા જતાં સ્કોર્પિયો કાર રેલવેના પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

આ ગોજારા અકસ્માતમાં એક માત્ર મિંઢાળબંધ વરરાજાને જ ઈજા પહોંચી હતી. જ્યારે સ્કોર્પિયોમાં બેઠેલા અન્ય ચાર વ્યક્તિઓને ખરોચ પણ આવી નહોતી. આ બનાવની પરિવારજનોને જાણ કરતાં જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગી રહી હતી તે ઘરે પલવારમાં જ માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળ્યા પ્રમાણે વરરાજા રવિરાજસિંહ વાળાના પિતા હરદેવસિંહ વાળા એસ.આર.પી.ગ્રુપ-13માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતાં અને તાજેતરમાં જ તેઓ નિવૃત્ત થયા હતાં. જ્યારે પુત્રના લગ્ન હોય પરિવારજનો હોેંશે હોંશે વતન વાલાસણ ગામે પુત્રના લગ્ન માટે આવ્યો હતો.

ન જાણ્યું જાનકી નાથે.....ઘર સંસાર શરૂ કરે તે પહેલાં જ નવવધૂના અરમાનો ચકનાચૂર
ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બની જવા પામ્યો છે. રાજકોટ જિલ્લાના ભાયાવદર નજીક વાલાસણ ગામે મંગળવારે રાત્રે દુલ્હન બનીને આવેલી નવવધૂએ ચોરીના ચાર ફેરા ફર્યા બાદ નવદંપતિના સામૈયા કરવામાં આવ્યા હતાં અને દુલ્હનને ઓરડામાં મોકલી દેવામાં આવી હતી. પરંતુ વરરાજા દુલ્હન પાસે જાય તે પહેલા જ મિત્રો વરરાજાને બળજબરીથી નાસ્તો કરવાના બહાને ઉપાડી ગયા હતાં અને રસ્તામાં જ મિંઢોળબંધ વરરાજાને કાળનું તેડુ આવી જતાં પલવાર પહેલા જ દુલ્હન બનીને આવેલી નવવધૂ ઘર સંસાર માંડે તે પહેલા જ તેના સપના ચકનાચુર થઈ ગયા હતાં. વરરાજાનું અકસ્માત થયાની પરિવારજનોને જાણ થયા બાદ નવવધૂને કોણ કહેવા જાય કે તારા ચુડી અને ચાંદલો નંદવાઈ ગયા છે.

વાલાસણ ગામ હીબકે ચડયું
મંગળવારે રાત્રે સપ્તપદીના ફેરા ફરી વરરાજા મિત્રો સાથે નાસ્તો કરવા ગયા હતાં અને રસ્તામાં કાળનું તેડુ આવી જતાં વાળા પરિવારમાં ઘેરો શોક અને માતમ છવાયો છે ત્યારે બુધવારે બપોરે વરરાજાની વાલાસણ ગામેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં આખુ ગામ હિબકે ચડયું હતું. કોણ કોના આંસુ સારે અને કોણ કોને સધિયારો આપે. કઠણ હૃદયના માનવી પણ પીગળી જાય તેવા કરૂણ આક્રંદો જોવા મળ્યા હતાં.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement