ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાની હાલત બિસ્માર
ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે ધોરાજી શહેરની વાત કરીએ તો ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન લઇ અને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને રસ્તાનું ધોવાણ થતા રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ છે રસ્તા બનાવતા સમયે જે મેટલ કાકરી ઉપયોગમાં લેવાય હતી તેની ઉપરથી ડામર ધોવાઈ ગયું અને જેના કારણે હવે કાકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે લોકો ભારે હાલાકી અને જીવ ના જોખમ એ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે રસ્તાઓ જાણે મગરમચ્છની પીઠ સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
વહીવટદારના શાશનમાં સ્થાનિકો હેરાન છે સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં નજીવા વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે. રસ્તાઓ એટલી હદ એ બિસ્માર બની ચૂક્યા છે કે રસ્તામાં ખડા કે ખાડામાં રસ્તો એ સમજવું મુશ્કેલ બન્યું છે રસ્તા પર પથ્થરો જોવા મળે છે ગાડીઓ સ્લીપ થવાના બનાવ વધ્યા છે તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર થાઈ એવી માંગ લોકો કરી રહ્યા છે.
ભાજપ કોંગ્રેસ ના સ્થાનિક નેતાઓ રોડ રસ્તા. બાબતે રાજકારણ રમી રહ્યા છે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનું આક્ષેપ છે કે નગર પાલિકા માં વહીવટદારના શાશનમાં બનેલ રસ્તાઓ માં નબળી ગુણવત્તા વારું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું જેને કારણે રસ્તાનું ધોવાણ થયું છેલા દોઢ વર્ષથી નગરપાલિકામાં વહીવટદારની શાશન છે અને વહીવટદારના શાશનમાં રસ્તાના કામમાં ભયંકર ભાસ્ટચર થયો છે અને અધિકારીઓ માત્રને માત્ર કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી અને ધન્યતા અનુભવે છે ગેરંટી પીરીયડમાં જે રસ્તાઓ છે એ પણ રિપેર થતા નથી અને ભાજપના શહેર પ્રમુખ એ કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું કે શહેરમાં જે રસ્તાઓમાં રોડનું ધોવાણ થયું છે એ બાબતે જવાબદાર અધિકારીઓને સૂચના આપી છે અને રસ્તાઓ રિપેર થાઈ માટે ઉચ કક્ષાએ રજૂઆત પણ કરી દેવાઈ છે.
(તસવીર: કૌશલ સોલંકી)