For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

05:00 PM Nov 28, 2025 IST | Bhumika
પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

15ની ટોળકી જેલમાં, ત્રણ હાથવેંતમાં અને ત્રણની શોધખોળ

Advertisement

સામ સામા ફાયરિંગ કરી દહેશત ફેલાવનાર બંન્ને ગેંગ સામે પોલીસ કમિશનરની આકરી કાર્યવાહી

રાજકોટ શહેરમા ક્રાઇમ રેટ ઘટાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો રાત્રીનાં સમયે રસ્તા પર ઉતરી આવી હતી અને વાહન ચેકીંગ તેમજ સંવેદનશીલ વિસ્તારોમા ખાસ પેટ્રોલીંગ કરવામા આવ્યુ હતુ . તેમજ શહેરનાં મંગળા મેઇન રોડ પર બે ગેંગ વચ્ચે સામ સામે ફાયરીંગની ઘટના પણ સામે આવી હતી . આ ઘટનામા પોલીસ કમીશનર બ્રજેશ ઝા દ્વારા બંને ગેંગ સામે આકરી કાર્યવાહી કરી ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. અગાઉ પેંડા ગેંગનાં 17 શખ્સોને ગુજસીટોક હેઠળ અલગ અલગ જેલમા ધકેલી દેવામા આવ્યા હતા . હવે પેંડા ગેંગનાં મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહીત ર1 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કરવા કાર્યવાહી ચાલી રહી છે. બંને ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામા આવતા શહેરમા દહેશત ફેલાવતા અને આમ જનતાને વગર કારણે પરેશાન કરતા અસામાજીક તત્વોમા પણ ફફડાટ ફેલાય ગયો છે.

Advertisement

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાનાં માર્ગદર્શન હેઠળ મુરઘા ગેંગનાં ર1 શખ્સો સામે ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો છે તેમાથી 1પ શખ્સો હાલ જેલ હવાલે છે અને 3 શખ્સોને ક્રાઇમ બ્રાંચે સકંજામા લીધા છે . તેમજ અન્ય ફરાર થયેલા 3 શખ્સોને પકડવા ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. અવારનવાર ફાયરીંગ કરી હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી, ડ્રગ્સ, ગાંજો વેંચવા ટેવાયેલ પેંડા ગેંગ અને મુરઘા ગેંગ ગઈ તા.29 ના મંગળા મેઈન રોડ પર સામસામી આવી હતી અને જાહેરમાં ફાયરીંગ કરી એકબીજાના જીવ લેવાં પર ઉતરી આવી હતી. જે મામલે એ.ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ હેઠળ બંને ગેંગ સામે ગુનો નોંધાયો હતો.

જે બાદ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ જંગલેશ્વરની મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો, ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજલો સહિતની ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આગ્રાથી સંજલાથી વિખુટા પડી અમદાવાદથી રાજકોટ તરફ આવી રહેલ મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો યાસીન પઠાણ (રહે. એકતા કોલોની, સોરઠીયાવાડી વે બ્રિજ આગળ, કોઠારીયા રોડ, રાજકોટ) તેમજ તેના સાગરીતો સોહીલ ઉર્ફે ભાણો સિકંદર ચાનિયા (હુસૈની ચોક, જંગલેશ્વર, રાજકોટ) અને શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણ(નીલમ સોસાયટી, દેવપરા, કોઠારીયા રોડ)ને ઝડપી લીધા હતા. બાદમાં પાછળથી પથ્થરમારો કરનાર આબીદ ગોધાવિયાને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. જ્યારે એસઓજીની ટીમે મુરઘા આણી ટોળકીને ભાગવા સહીતની બાબતોમાં મદદગારી કરનાર મુરઘાનાં કૌટુંબિક કાકા અસરફ નાસીર શેખને જંગલેશ્વર વિસ્તારમાંથી દબોચી લીધો હતો.

તેમજ એસઓજીની ટીમ વધું આરોપીને પકડવા ઉત્તરપ્રદેશ દોડી ગઈ હતી અને ત્યાંથી મુરઘા ગેંગને ફાયરીંગના બનાવ બાદ આશરો આપનાર મુળ યુપીના અને હાલ જંગલેશ્વરમાં રહેતો ઈસરાક અલી ઉર્ફે પુતન અને સલમાનને પકડી તેની ધરપકડ કરી હતી. ઉપરાંત જંગલેશ્વરમાં રહેતો મોસીન ઉર્ફે ભેંસ નાસીર ટાયાણીની રિવોલ્વર અને ત્રણ ખાલી કાર્ટિસ સાથે ધરપકડ કરી હતી. જે બાદ વધું ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકાંજામાં લઈ પૂછતાછ આદરી હતી.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ મુરઘા ગેંગના 21 શખ્સો સામે ગુજસીટોક એકટ હેઠળ ગુનો દાખલ કરી મોટી કાર્યવાહી કરતાં અસામાજીક તત્વો અને લુખ્ખા તત્વોમા ફફડાટ ફેલાઇ ગયો છે તેમજ ગુજસીટોક હેઠળનાં આ ગુનાની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસીયા ચલાવી રહયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement