રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરામાં યુવાનની હત્યા બાદ તંત્ર એક્શનમાં નાગરવાડા-મચ્છીપીઠમાં બુલડોઝર ફેરવાયું

03:51 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વડોદરાના નાગરવાડા- મચ્છીપીઠ-સલાટવાડા રોડ પર ગેરકાયદે દબાણોની ઉઠેલી અનેક ફરિયાદો બાદ આખરે તંત્ર દ્વારા મંગળવારે સાંજથી બુલડોઝર ફેરવવાનો આરંભ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે મચ્છીપીઠ સહિત સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિગ પણ શરૂૂ કર્યુ હતું તો મૃતક યુવાનની અંતિમયાત્રા ટાણે સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવાયો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ ઝડપાયેલા હત્યારા બાબર પઠાણને લોકોએ ફાંસી આપોના નારા લગાવ્યા હતા.

આ ચકચારી બનાવમાં પોલીસે બાબર હબીબખાન પઠાણ, વસીમ નુરમહંમદ મન્સુરી, શકીલહુસેન એહમદભાઇ શેખ, એજાજહુસેન એહમદભાઇ શેખ તથા શબનમ વસીમ નુરમહંમદ મન્સુરી બાદ . આજે બાબર પઠાણના ભાઇઓ મહેબુબ તથા સલમાન ઉર્ફે સોન પઠાણને ઝડપી પાડ્યા હતા. સોમવારે ઝડપાયેલા ચાર હત્યારાઓ અદાલતમાં રજૂ કરીને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.નાગરવાડા - મચ્છીપીઠ રોડ ખાણી પીણીની લારીઓ, ગેરેજ વગેરેના દબાણોને લઇ અનેક વખત ફરીયાદો ઉઠી છે.

આ રસ્તા પરના દબાણો દૂર કરવા અંગે અનેક વખત માંગ પણ ઉઠી હતી. ત્યારે તપન પરમારની હત્યા થયા બાદ હવે પાલિકા અને પોલીસની ટીમ એક્શનમાં મોડમાં આવી છે અને મચ્છીપીઠ રોડ પરના લારી ગલ્લા તેમજ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતુ.સાતથી વધુ ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેટલાક શેડ પણ તોડી પડાયા હતા. મોટા મોટા ઓટલાઓ પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ. ગેરકાયદે ગેરેજના સંચાલકો દ્વારા પાર્ક કરવામાં આવતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસ કમિશ્નર નરસિંમ્હા કોમરના આદેશ પગલે મચ્છીપીઠ સહિતના શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિગ ઓપરેશન આરંભ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શરૂૂ કરાયેલી કામગીરીના પગલે નાગરવાડા નજીક આવેલી જોગીદાસ વિઠ્ઠલની પોળમાં મોડી રાત્રે કેટલાક તોફાની તત્ત્વો દ્વારા કાંકરીચાળો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. મંગળવારે રાત્રે બનેલી ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ તોફાનીઓને જેર કરવા કોમ્બિંગ હાથ ધરાયુ છે.

Tags :
gujaratgujarat newsmurdervadodaravadodara news
Advertisement
Next Article
Advertisement