રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તબીબી વિદ્યાર્થિનીનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ

12:16 PM Jul 10, 2024 IST | admin
Advertisement

સ્પે. વોર્ડમાં એક બાળક અને તબીબી વિદ્યાર્થિની સહિત બે દર્દીઓ સારવાર હેઠળ

Advertisement

જામનગર શહેરમાં કોલેરા પોઝિટિવ નો વધુ એક કેસ સામે આવ્યો છે. મૂળ જામનગરની અને હાલ વડોદરામાં તબીબી અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને નો કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, અને તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વડોદરાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હાલ જામનગર પોતાના ઘેર આવી હતી, અને તેણીને બીમારી સબબ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેણીનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે.

આ ઉપરાંત ધરાર નગર વિસ્તારના એક બાળકને બે દિવસ પહેલાં કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળ્યો હોવાથી જી. જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જેથી હાલ જી.જી. હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

Tags :
coleragujaratgujarat newsjamnagarjamnagarnews
Advertisement
Next Article
Advertisement