રેશનિંગના વેપારીઓ સાથે સમાધાન બાદ સરકાર ફરી ગઇ, નવા પરિપત્રથી વિવાદ
50 ટકા બાયોમેટ્રીક ફરજિયાતનો નિયમ યથાવત રાખતા વેપારીઓ વિફર્યા
થોડા સમય પહેલા રાજ્ય સરકારના તમામ સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા હતા ત્યારબાદ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન સાથે પણ એક બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કમિશનની સંખ્યામાં દોઢ રૂૂપિયા અને બદલે ત્રણ રૂૂપિયા કરવા તેમજ અન્ય ઘણી બધી માંગો ને લઇ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે સાત તારીખના રોજ પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
4 નવેમ્બર, 2025ના રોજ રાજ્યના પુરવઠા પ્રધાન, કેબિનેટ અને રાજ્યકક્ષાના બન્ને પ્રધાનોની હાજરીમાં મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને અન્ય ટોચના અધિકારીઓ સાથે એસોસિએશનના આઠ અગ્રણી નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારી ભાઈઓની જુદી જુદી પાંચ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જે પૈકીની એક મહત્ત્વની સમજૂતી એ હતી કે, વાજબી ભાવની દુકાન ખાતે જથ્થો ઉતારતી વખતે તકેદારી સમિતિના માત્ર બે સભ્યોના બાયોમેટ્રિક ફિંગર ઓથેન્ટિકેશન લેવાના રહેશે.
જોકે, આ સમજૂતીનો સદંતર ઉલાળિયો કરીને 7 નવેમ્બર, 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2026થી વાજબી ભાવની દુકાન ખાતે જથ્થો ઉતારતી સમયે તકેદારી સમિતિના 50 ટકા સભ્યોના બાયોમેટ્રિક ફિંગર ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. જેમાં લઈ સસ્તા અનાજના દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સસ્તા અનાજના દુકાનદારોનો આક્ષેપ છે કે દુકાનદારોના આક્ષેપ મુજબ, કહેવાતી પસંવેદનશીલ સરકારથ અધિકારીઓના હાથનું રમકડું બનીને રહી ગઈ છે. બિનઅનુભવી પ્રધાનોને ભૂ પીવડાવતા અધિકારીઓ પોતાની મનમાની અને જોહુકમી ચલાવી રહ્યા છે.
પરિપત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગરીબ અને જરૂૂરિયાતમંદ રેશનકાર્ડ ધારક તેમજ વાજબી ભાવના દુકાનદાર ભાઈઓને પડતી હાલાકીનો લગીરેય ખ્યાલ રાખવામાં આવ્યો નથી. વેપારી અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારના નોકરો સરકારથી ઉપર હોય તેવા નિર્ણયો લઈને પોતાની સર્વોપરિતા સાબિત કરી રહ્યા છે,