For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ બાદ ભાગોળે આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેંગ ત્રાટકી

11:45 AM Sep 07, 2024 IST | Bhumika
રાજકોટ બાદ ભાગોળે આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેંગ ત્રાટકી
Advertisement

ચાર દિવસથી કારખાનાઓને ધમરોળતી હોવા છતાં પકડવામાં પોલીસ તંત્ર નિષ્ફળ

ચડ્ડી, બનિયાન રજુઆત કરી છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટના મેટોડા, છાપરા અને વિરવા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ત્રાટકેલી આ ચડ્ડી બનિયાનધારી ટોળકી અલગ અલગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ છ ટીમો આ ટોળકીને પકડવા માટે કામે લાગી છે.

Advertisement

રાજકોટ શહેરના મોરબી બાયપાસ નજીક એડીબી હોટલ પાસે રત્નમ રોયલ બંગલોમાં ડોકટર સહિત પાંચ બંગલાઓમાં ત્રાટકેલી ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. રાજકોટ શહેરમાં આતંક મચાવ્યા બાદ આ ટોળકીએ રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તારનાં એકમોને નિશાન બનાવ્યા છે. રાજકોટ શહેરમાં આતંક મચાવ્યા બાદ આ ટોળકીએ લોધિકા, મેટોડા અને છાપરા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આંટાફેરા શરૂ કર્યા છે. લોધિકાના વિરવા ગામે સિધ્ધીવિનાયક ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આ ટોળકીએ દેખા દીધા હતાં. વહેલી સવારે ત્રાટકેલી આ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ છ કારખાના અને એક પેટ્રોલ પંપને નિશાન બનાવી તાળા તોડી લાખોની રકમ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે પેટ્રોલ પંપમાં માત્ર ચોરીની કોશિષ જ થઈ હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને લોધિકા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફુટેજ તપાસતા પાંચ શખ્સોની આ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, છેલ્લા ચાર દિવસથી આ ટોળકી રાજકોટના ગ્રામ્ય પંથકને ધમરોળી રહી છે. થોડા દિવસ પૂર્વે મેટોડામાં એક સાથે ચાર કારખાનામાં ફાંફાફોડા કરનાર આ ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ માખાવડ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પણ આ ટોળકીએ દેખા દીધા હતાં અને ત્રણ કારખાનામાં તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત મેટોડા નજીક ખીરસરા પાસે બનેલી નવી ઔદ્યોગિક વસાહત દેવગામ છાપરામાં એક સાથે ચાર કારખાનામાં પણ આ ટોળકીએ તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી એક ડઝનથી વધુ કારખાનાને નિશાન બનાવનાર આ ટોળકી વહેલી સવારે ત્રણ થી ચાર વાગ્યાના આસપાસ જ પોતાના કામને અંજામ આપે છે. રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે આ તમામ સ્થળે ચોરી કરનારા આ એક જ ડોળકી કે જેમાં પાંચ સભ્યો અલગ અલગ વિસ્તારોમાં જઈને તાળા તોડી ચોરી કરી રહ્યાં છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચનાથી આ ટોળકીને ઝડપી લેવા રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી, લોધિકા પોલીસ મેટોડા પોલીસની અલગ અલગ છ ટીમો કામે લાગી છે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસની બે ટીમો મળી કુલ આઠ ટીમો આ ટોળકીને પકડવા કામે લાગી છે. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવનાર ટોળકીની ભાળ મેળવવામાં હજુ સુધી પોલીસ નિષ્ફળ ગઈ છે. જો કે આ ટોળકીમાં સ્થાનિક કેટલાક મજુરોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં દરેક ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારથી પરીચિત આ ટોળકી રાજકોટ શહેર અને જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિની જાણકાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી હજુ સુધી આ ટોળકી અંગે પોલીસને કોઈ માહિતી મળી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement