ઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HC
ગંભીર ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારની ઝાટકણી બાદ સ્ટેટ ટ્રાફિક ઈંૠઙના નેતૃત્વમાં 4 સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત, 12 ડિસેમ્બરે વધુ સુનાવણી
કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક ઈવેન્ટ્સનું આયોજન કરવાના સ્વપ્ન વચ્ચે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગંભીર ટ્રાફિક સમસ્યા અંગે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહત્વાકાંક્ષી આયોજન માટે શહેરમાં ખૂબ મોટા સુધારાની તાતી જરૂૂરિયાત છે.
હાઇકોર્ટે શહેરની ટ્રાફિકની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે ટ્રાફિક નિયંત્રણ માટે મેન પાવરની અત્યંત અછત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સ્થિતિ એટલી ગંભીર છે કે સામાન્ય નાગરિકો અને ખાનગી લોકોએ ટ્રાફિકનું સંચાલન કરવાની ફરજ પડે છે.
ટ્રાફિક સહિતના પ્રશ્નો મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી હતી. સરકારે જણાવ્યું કે ગૃહ વિભાગ દ્વારા 4 સભ્યોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના IGP અને અમદાવાદ ટ્રાફિક DCP ની દેખરેખ હેઠળ આ કમિટી કામગીરી કરશે. આવનારા 15 વર્ષના શહેરી બાંધકામ અને ટ્રાફિકના સુચારૂૂ વ્યવસ્થાપન માટે એક એજન્સીને કામગીરી સોંપવાની તૈયારી ચાલી રહી છે. આ એજન્સી દ્વારા ક્યાં કેવા પ્રકારનું આયોજન અને ટેક્નોલોજીના માધ્યમથી સુધાર લાવી શકાય તે નક્કી કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ સુનિતા અગ્રવાલની બેન્ચમાં આજે ટ્રાફીક સમસ્યા મુદ્દેની જાહેર હિતની અરજી સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મુખ્ય ન્યાયમૂર્તિએ અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં થનારા ઓલિમ્પિક અને કોમન વેલ્થ ગેમના આયોજનને લઈને જણાવ્યું હતું કે, જેવી રીતે ઈન્ફાસ્ટ્રકચરનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે તેવી જ રીતે ટ્રાફીકનો પણ અસરકારક પ્લાન બનાવીને ટ્રાફીકને લગતી સમસ્યાઓનું સંપૂર્ણપણે નિરાકરણ કરવું જોઈએ નહીં તો આવી મોટી ઈવેન્ટમાં ટ્રાફીકનું સંચાલન કઈ રીતે થઈ શકે ?
તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફીક બંદોબસ્ત માટે ઉપલબ્ધ મેન પાવર પણ પુરતો નથી એ સરકારની બાબતનો વિષય છે પરંતુ યોગ્ય પગલાં લઈને આ બાબતે ખાસ નક્કર કાર્યવાહીની જરૂર છે. સરકાર પક્ષે હાઈકોર્ટને ગૃહવિભાગનાં વડપણ હેઠળ કમીટી આ અંગે ઘટતું કરશે તે અંગેનું આશ્ર્વાસન પણ આપ્યું છે. રાજ્ય સરકારે ટ્રાફિકની જરૂૂરિયાતો પૂર્ણ કરવા માટે મહત્તમ કામગીરી કરવાની ખાતરી આપી હતી. આ મામલે વધુ સુનાવણી 12 ડિસેમ્બરે હાથ ધરાશે.