દીપડાઓ બાદ સિંહદર્શન પણ તળાજાની ભાગોળે થઇ શકશે
ભાવનગરના પાદરી(ગો)ના ખેડૂત ટ્રેકટર લઈને જતા હતા ને અચાનક બે સાવજો સામે આવ્યા
ભાવનગર જિલ્લાના તળાજા નગરના છેવાડે છેલ્લા બે ત્રણ વર્ષોમાં દીપડા લટાર મારતા હોય, દીપડી એ બચ્ચા ને જન્મ આપ્યો હોય તેવી બાબતો સામે આવી હવે સાવજો પણ આગામી દિવસોમાં તળાજા ની ભાગોળે જોવા મળે તો નવાઈ પામવા જેવું નહિ રહે!.કારણ કે તળાજા નગરના ફરતે આવેલ તાલુકાના ગામડાઓ ફરતે સાવજો વિચરણ કરવા લાગ્યા છે.
સોશિયલ મીડિયામા આજે એક વિડિઓ વાયરલ થયોહતો.જેમા રાત્રીના સમયે ખેડૂત ટ્રેકટર લઈને જઈ રહ્યો છે ને અચાનક રોડ પર તેઓને બે સાવજ નો ભેટો થાય છે.ખેડૂત ને ટ્રેકટર થોભાવી ડરના માર્યા થોભાવી દેવુંપડે છે.આ વિડિઓ તળાજા ના પાદરી(ગો) નજીકનો હોવાનું જણાવવા મા આવ્યું હતું.વાયરલ વિડિઓ પાદરી (ગો)નો હોવાની પુષ્ટિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજુ ઝીંઝુવાડીયા એ આપી હતી.તેઓએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમા એક નર સિંહ એ રહેઠાણ બનાવ્યું છે.આ બે બીજા પાઠડા(યુવાન સિંહ) છે.
ફોરેસ્ટર એ ઉમેર્યું હતુંકે હાલ તળાજા નગર ફરતે તાલુકાના ના મેથળા ના દરિયા કિનારે થી લઈ અલંગ સુધી ગ્રુપ કે એકલ દોકલ સિંહ વિચરણ કરે છે.ટીમાણા પિંગળી ભારોલી મા પણ જોવા મળે છે.કુંઢડા વિસ્તાર માં લગભગ કાયમક તો કયારેક સાંગાણા રોયલ સુધી આવી જાય છે.
આગામી સમયમાં હજુ સાવજો ની સંખ્યા વધવા ની છે ત્યારે ગીર જંગલ ટૂંકું પડવા નું છે.સાવજો પોતાની ટેરેટરી નક્કી કરતા હોય છે જેમાં અન્ય ગ્રુપ ના સાવજોને આવવા દેતા નથી આથી સાવજોના વિચરણ અને રહેઠાણ બંને ની જગ્યા વધવાની છે જેને લઈ એ દિવસો દૂર નથી કે તળાજા ની ભાગોળે અચાનક જ સિંહ ની ડણક સંભળાય કે સિંહ દર્શન પણ થઈ જાય.