હરિભાઈ ચૌધરી બાદ બળદેવજી ઠાકોરની પણ GPSCમાં અન્યાયની ફરિયાદ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા અન્યાયનો દાવો કરતો અંજના ચૌધરી સમાજ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. હવે ઠાકોર સમાજના નેતા અને કલોલના ભૂતપૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે GPSC ઇન્ટરવ્યુમાં ઘઇઈ કેટેગરીના ઠાકોર ઉમેદવારો સાથે પણ અન્યાય થઈ રહ્યો છે.
અંજના ચૌધરી સમાજના પત્રમાં જણાવાયું હતું કે તાજેતરના ભૂતકાળમાં, કમિશન વિવિધ વર્ગ 1 અને વર્ગ-2 પરીક્ષાઓનું આયોજન કરી રહ્યું છે. સમયાંતરે, વર્ગ 1 અને વર્ગ 2 ના વિવિધ સ્થળોના ઇન્ટરવ્યુમાં, સમુદાયના ઉમેદવારો પક્ષપાતનો સામનો કરી રહ્યા છે.
વધુમાં, હરિભાઈ ચૌધરીએ લખેલા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વર્ગ 1 અને વર્ગ 2 ના યુવાનોના તાજેતરના રૂૂબરૂૂ ઇન્ટરવ્યુના પરિણામો લેખિતમાં વધ્યા છે પરંતુ રૂૂબરૂૂ ઇન્ટરવ્યુમાં તેમને ખૂબ જ ઓછા, નજીવા ગુણ આપવામાં આવ્યા છે.
આ પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જઝ અને જઈ યુવાનો, જેઓ ખૂબ જ મધ્યમ વર્ગ અથવા નીચલા વર્ગના પરિવારોમાંથી આવે છે, તેઓ સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ પરિણામો નિરાશાજનક રહ્યા છે.