કરોડોનો માલ વેચાઈ ગયા બાદ ફૂડ વિભાગે ખજૂર, દાળિયાના નમૂના લીધા
તુલસી એન્ટરપ્રાઈઝમાંથી એક્સપાયરેડ 35 કિલો ચોકલેટ,સાકરિયા સહિતના જથ્થાનો નાશ
મનપાના ફૂડ વિભાગ દ્વારા હોળીના તહેવાર નિમિતે વેચાણ થતાં ખજુર, દાળિયા, હારડા સહિતનો વેપારીઓએ કરોડો રૂપિયાનો ધંધો કરી લીધા બાદ ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. અને અલગ અલગ 27 સ્થળેથી ચોકલેટ, દાળિયા, ખજુર, હારડા સહિતના સેમ્પલ લઈ મોચીબજારમાં તુલશી એન્ટરપ્રાઈઝમાંથી એક્સપાયરી થયેલ ચોકલેટ, સાકરિયા સહિતનો 35 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી પેઢીને હાઈજેનીક ક્ધડીશન અને યોગ્ય સ્ટોરેજ અંગેની નોટીસ ફટકારી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોચી બજાર ચોક, પોસ્ટ ઓફિસ સામે, રાજકોટ મુકામે આવેલ "તુલશી એન્ટરપ્રાઇઝ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતેલ ચોકલેટ, ચોકો બોલ્સ કપ તથા સાકરિયા વગેરે મળીને અંદાજીત 35 કિ.ગ્રા. અખાદ્ય ક્ધફેશનરીનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના આજીડેમ- માંડા ડુંગર વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 15 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.