For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દીકરીને ચોકલેટ આપી બહાર બેસાડી, ડો.મોરીએ પરિણીતાને તપાસવાના બહાને દુષ્કર્મ ગુજાર્યું

05:30 PM Feb 23, 2024 IST | Bhumika
દીકરીને ચોકલેટ આપી બહાર બેસાડી  ડો મોરીએ પરિણીતાને તપાસવાના બહાને દુષ્કર્મ ગુજાર્યું
  • ડો.મોરી ફરાર, મકાન અને ક્લિનિક પર પોલીસે તપાસ આદરી

રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર નયન ક્લિનિક ધરાવતા ડો.એલ.જી.મોરી (ઉ.વ.78) સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. તબીબે પરિચય કેળવી નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવી દુષ્કર્મ આચર્યાનું તપાસમાં ખુલ્યું છે.

Advertisement

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની અને હાલ રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ,પોતે આઠ મહિનાથી આગલા ઘરની દીકરી સાથે રિસામણે આવી છે.સાત મહિના પહેલાં બીમાર હોય ડો.મોરીને ત્યાં દવા લેવા ગઈ હતી. તબીબે દવા આપ્યા બાદ મોબાઇલ નંબર લઈ બે દિવસ પછી બતાવવા આવવાનું કહ્યું હતું.બે દિવસ પછી ફોન કરતા તેને બપોરે આવવાનું કહ્યું હતું પોતે બપોરે કિલનિક પહોંચતા ડો.મોરીએ પોતાને કેબિનમાં લઈ જઈ સારી નોકરી અપાવી લાલચ આપી અને તબિયત તપાસવા પોતાને ટેબલ પર સુવડાવી પેટ તપાસવાનું નાટક કરી બળજબરી કરી પહેલી વખત દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં ડો.મોરીએ તું આ વાત કોઈને કરીશ તો તારા ઘરે આવી તને બદનામ કરી દઈશની ધમકી આપી હતી.છ દિવસ બાદ ડો.મોરીએ ફોન કરી તબિયત વિશે પૂછી મિત્રને ત્યાં નોકરીની વાત કરી છે એટલે ક્લિનિક પર આવવા કહ્યું હતું.બપોરે દીકરીને સાથે ક્લિનિક પર જતા દીકરીને બહાર ચોકલેટ આપી પોતાને કેબિનમાં આવવા કહ્યું હતું.ત્યાં બળજબરીથી કેબિનમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.અઠવાડિયા પછી ફોન કરી તારી નોકરીનું થઈ ગયું છે કહી ક્લિનિક પર બોલાવી હતી.પોતે ક્લિનિક પર જતા ડો.મોરીએ મેં તારી સાથે જે ખોટું કર્યું છે તે બદલ માફી માગી હતી.

Advertisement

દરમિયાન ગત તા.5ના ડો.મોરીએ ફોન કરી મિત્ર બપોરે આવવાના છે એટલે બપોરે ક્લિનિક પર બોલાવી મિત્ર હમણાં આવે છે કહી બળજબરીથી કેબિનમાં લઈ ગયા હતા.ડો.મોરીનો પ્રતિકાર કરવા છતાં તેને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં તારાથી થાય તે કરી લેજે,કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી.આ અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.એટ્રોસિટી,દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે ઘરે અને ક્લિનિક પર દરોડા પાડી તબીબની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement