રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારે કરી, યજ્ઞ પૂરો કર્યા બાદ ભૂદેવોએ જુગારનો પાટલો માંડ્યો ને પોલીસ ત્રાટકી

06:32 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

વડોદરામાં માનવામાં ન આવે તેવી ઘટના બની છે. યજ્ઞ કર્યા બાદ કર્મકાંડી બ્રાહ્મણો જુગાર રમવા બેસી ગયા હતા. પોલીસે રેડ પાડીને 7 બ્રાહ્મણોને જુગાર રમતા પકડ્યા છે, તેની પાસેથી 6.81 લાખની મત્તા કબજે કરાઈ છે. બ્રાહ્મણોને ઘોતી પહેરીને જુગાર રમતા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Advertisement

વડોદરા પોલીસને બાતમી મળી હતી કે, ગોત્રી વિસ્તારના શિવ ટેનામેન્ટમાં રહેલા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરની બહાર કેટલાક લોકોને જુગાર રમાડી રહ્યાં છે. ત્યારે વડોદરા પોલીસે રેડ પાડી હતી. આ રેડ પાડીને ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે, કર્મકાંડી બ્રાહ્મણો ધોતી પહેરીને જુગાર રમતા પકડાયા હતા.

પોલીસે રેડ પાડીને 7 જુગારીઓને પકડી પાડ્યા છે. પોલીસ જુગારધારા હેઠળ કેસ નોઁધીને 6.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમની પાસેથી રોકડા 82,090, 11 મોબાઈલ, બે વાહનો મળીને કુલ 6.81 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જુગાર રમતા કાંતિલાલ રતીલાલ દવે, જિતેન્દ્ર દિનકરરાય જાની, કનૈયાલાલ જયંતીલાલ જાની, નરેશ હરગોવિંદભાઈ જાની, ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ મૂળજીભાઈ જાની, પિન્ટુ પ્રતાપભાઈ જાની, યોગેશ અનભાઈ જાની પકડાયા છે.પોલીસે જણાવ્યું કે, તમામ કર્મકાંડી બ્રાહ્મણો એક યજ્ઞ માટે ભેગા થયા હતા. ધાર્મિક કાર્ય પૂરુ થયા બાદ તમામ જુગાર રમવા બેઠા થયા હતા. આ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement