For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્કૂટરમાં 8 બોટલ દારૂ સાથે પકડાયા બાદ ડેલામાં છુપાવેલો 439 બોટલ દારૂ મળી આવ્યો

06:24 PM Feb 01, 2024 IST | Bhumika
સ્કૂટરમાં 8 બોટલ દારૂ સાથે પકડાયા બાદ ડેલામાં છુપાવેલો 439 બોટલ દારૂ મળી આવ્યો

શહેરમાં રૈયા રોડ પરથી પોલીસે સ્કૂટરમાં 8 બોટલ દારૂ સાથે નહેરૂનગરના શખ્સને ઝડપીપાડી પુછપરછ કરતા તેણે રૈયા ગામ ડેલામાં છુપાવેલો વધુ 439 બોટલ દારૂ મળી આવતા પોલીસે કુલ રૂા. 1.76 લાખનો દારૂનો જથ્થો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ રણજીતસિંહ પઢારિયા, કોન્સ. વિજય મેતા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન રૈયા રોડ પર ન્યુએરા સ્કૂલ નજીકથી સ્કૂટર લઈ નિકળેલા સલીમ રફીક કુંડલિયા (રે. નહેરૂનગર-5 રૈયા રોડ)ને ઝડપી લઈ સ્કૂટરની ડેેકીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બેટલ નં. 8 (કિ.મ. 3200) મળી આવતા તેની ધરપકડ કરી પુછપરછ કરતા તેઓ રૈયા ગામ ડેલો ભાડે રાખી દારૂનો જથ્થો છુપાવ્યોહોવાની કબુલાત આપતા પોલીસે આરોપીને સાથે રાખી રૈયા ગામ ખાતે ડેલામાં દરોડો પાડતા દારૂની બોટલ નં. 439 (કિંમત રૂા. 1,73,020) મળી આવતા પોલીસે કુલ 447 બોટલ દારૂ અને મોબાઈલ મળી કુલ રૂા. 2,56,220નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પુછપરછમાં તે રાજસ્થાનથી દારૂ લાવ્યો હોવાનું જણાવતાપોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement