અંબાણી બાદ અદાણીને ત્યાં ભવ્ય લગ્નોત્સવ
ટેલર સ્વિફટ પરફોર્મ કરશે, 58 દેશના શેફની ફોજ
મહેમાનો માટે 1000 લકઝરી વાહનોનો કાફલો, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાઇ શકે જાજરમાન જલ્સો, સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા જામી
વર્ષ 2025 ની શરૂૂઆત સાથે, ગૌતમ અદાણીના નાના પુત્રના લગ્નની ચર્ચાઓ થવા લાગી છે. જો કે પુત્ર જીત અદાણીના લગ્ન અંગે ગૌતમ અદાણી કે તેના પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ, ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્નને લઈને વિવિધ અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગૌતમ અદાણીના નાના પુત્રના લગ્ન સૌથી મોંઘા અને સૌથી લક્ઝુરિયસ થવાના છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ 12 માર્ચ, 2023 ના રોજ અમદાવાદ એક ઇંટીમેટ સેરેમનીમાં દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી હતી. જોકે, આ સમારોહની માત્ર એક જ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. હવે લગભગ બે વર્ષની સગાઈ પછી, જીત અદાણીના લગ્નની ચર્ચા શરૂૂ થઈ ગઈ છે.
ટેલર સ્વિફ્ટ ભારત આવી રહી છે. નવા અહેવાલનું માનીએ તો, ભારે લોકપ્રિય પોપ સ્ટાર આખરે તે દેશમાં પદાર્પણ કરી શકે છે જ્યાં તેના લાખો ચાહકો છે.
જો કે, ટેલર સ્વિફ્ટના મોટાભાગના ચાહકો તેણીને પરફોર્મ કરતા જોઈ શકશે નહીં કારણ કે ગાયક અબજોપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્નમાં દેશમાં એક ખાનગી કાર્યક્રમમાં પરફોર્મ કરશે. આ પરફોર્મ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં થઇ શકે છેે.
બિઝનેસ ટાયકૂને મહેમાનોની સુવિધા માટે લગભગ 1 હજાર લક્ઝરી વાહનોના કાફલાની વ્યવસ્થા કરી છે. જો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો જીત અદાણીના લગ્ન ભવ્ય રીતે જોવા મળી શકે છે.ગૌતમ અદાણીના લિટલ ડાર્લિંગ જીત અદાણીના લગ્નમાં માત્ર 10-12 જ નહીં પરંતુ 58 દેશોના શેફ ભારત-વિદેશથી આવતા મહેમાનોના સ્વાદનું ધ્યાન રાખવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, જીત અદાણીના લગ્ન સમારોહમાં 58 દેશોના શેફ આવશે અને મહેમાનો માટે વ્યવસ્થા કરશે.
કોણ છે જીત અદાણીની ભાવિ પત્ની?
ગૌતમ અદાણીનો નાનો પુત્ર જીત અદાણી દિવા જૈમિન શાહ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. દિવા જૈમિન શાહ વિશે ઇન્ટરનેટ પર વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ, જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, દિવા જૈમિન શાહ સુરતના એક મોટા હીરાના વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જો કે, ગૌતમ અદાણીની ભાવિ નાની વહુ સોશિયલ મીડિયા અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે