રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાંચ દિવસના વિરામ બાદ જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી

11:51 AM Jul 30, 2024 IST | admin
Advertisement

જામજોધપુરના ધૂનડામાં બે અને કાલાવડ પંથકમાં દોઢ ઇંચ

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે, અને જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર 52 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના કારણે ફરીથી ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં પણ 10 મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે કાલાવડ પંથકમાં પણ ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને સવારે 6.00 વાગ્યા થી 8.00 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 36 મી.મી. વરસાદ નોંધાયો હતો. તેમ જ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે નીકાવા ગામમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં પણ 15 મી.મી. પાણી પડ્યું હતું, જ્યારે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં 16 મી.મી. અને હરીપર ગામમાં આઠ મી..મી. વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા આકરા તાપ પછી આજે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો છે, અને વાદળછાયું વાતાવરણ બનેલું છે, અને વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

Tags :
gujaratgujarat newsjamnaagrnewskalavadnews
Advertisement
Next Article
Advertisement