રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી

06:23 PM Nov 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વાવની ચૂંટણીના પરિણામમાં ટી-20ની સુપર ઓવર જેવો રોમાન્ચ, કોંગ્રેસે વિજય સરઘસની તૈયારી કરી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા

ભાજપનો દિલધડક વિજય
હતા. 14 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ત્યારે કોંગ્રેસના ઉમેદવારને 14046 મતની લીડ હતી પરંતુ ત્યાર બાદ લીડ તુટવાનું શરૂ થયું હતું. અને ભાભર તાલુકાના ગામડાઓના ઈવીએમ ખુલતા જ કોંગ્રેસનીલીડ ધડાધડ તુટવા લાગી હતી. મત ગણતરીના 15, 16, 17, 18, 19, 20 અને 21માં રાઉન્ડમાં કોંગ્રેસની તમામ લીડ તુટી ગઈ હતી અને 22માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થતાં ભાજપના સ્વરૂપજી ઠાકરો 143 મતે આગળ નિકળી ગયા હતાં. જ્યારે 23 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપની લીડ 2346ની થઈ ગઈ હતી અને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતાં.

ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી, જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી.

સ્વરૂૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.

વાવ-થરાદ વિધાનસભાની બેઠક ઉપર 2022માં યોજાયેલ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર 14 હજાર મતે જીત્યા હતા ત્યાર બાદ આવેલી લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની બેઠક ઉપર ઉપરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા વાવ-થરાદ વિધાનસભા બેઠક ખાલી પડી હતી અને તેની ગત તા. 13 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 70.55 ટકા મતદાન નોંધાયું હતું.

2,19,266 મતદારોએ મતદાન કર્યુ હતું. આજે પાલનપુર તાલુકા જગાણા ખાતેની સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી યોજાઈ હતી. કુલ 23 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી.

અપક્ષ માવજી પટેલ 27 હજાર મત લઈ ગયા છતાં ભાજપ જીત્યું
વાવ બેઠક ઉપર ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલ 27183 મત લઈ ગયા છે. માવજી પટેલે મોટાભાગના ભાજપના મત તોડ્યાનું મનાય છે. કેમ કે ચૌધરી પટેલો ભાજપની વોટબેક મનાય છે. અને તેથી જ માવજી પટેલને 27 હજારથી વધુ મત મળ્યા છે. જો કે, આમ છતાં ભાજપનો વિજય થયો છે. અને પાટિલનું પાણી માવજી પટેલ ઉતારી શક્યા નથી. માવજી પટેલ નડ્યા ન હોત તો ભાજપની લીડ 25 હજારની આસપાસ રહેવાની ધારણા વ્યક્ત કરાઈ રહી છે.

ભાજપે તમામ તાકાત કામે લગાડી ગેનીબેન ઠાકરનો ગઢ જીતી લીધો
વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકોની ઐતિહાસિક બહુમતિ મેળવી હતી પરંતુ વાવ-થરાદની બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટાતા આ પેટા ચૂંટણીમાં 2022ની હારનો બદલો લેવા ભાજપ તમામ તાકાત કામે લગાડી દીધી હતી. ભાજપના કોર્પોરેટરોથી માંડી નેતાઓ, ધારાસભ્યો અને અડધો ડઝન પ્રદાનો સહિતની ફોજ ચૂંટણી પ્રચારમાં અને વ્યુહરચના ગોઠવવા ઉતારી દીધી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતે પણ છેલ્લા દિવસ પડાવ નાખ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પેટા ચૂંટણી હોવા છતાં પ્રચાર માટે સભાઓ સંબોધી હતી આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ સ્નેહ મિલનના નામે ભાજપનો પ્રચાર કર્યો હતો. અંતે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ગેનીબેનનો ગઢ જીતી લીધો છે.

ભાભર તાલુકાના મતોએ પાસુ પલટાવ્યું
બનાસકાંઠા,તા.23: વાવ વિધાનસભા બેઠકમાં ભારે રસાકસી બાદ ભાજપનો વિજય થયો છે. 23 રાઉન્ડની મતગણતરી ઉપર નજર નાખીયે તો પ્રથમ 1 થી 9 રાઉન્ડમાં વાવ તાલુકાના ગામો અને 10 થી 15 રાઉન્ડની ગણત્રીમાં સુઇગામ તાલુકાના ગામોએ કોંગ્રેસના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી જંગી લીડ તરફ મોકલી દીધા હતા. પણ બાદમાં 16 થી 23 રાઉન્ડની ભાભર તાલુકાની મતગણતરી સમયે પાસુ પલટાઇ ગયુ અને કોંગ્રેસની સારી એવી લીડ કાપીને ભાજપના ઉમેદવારના શિરે વિજયનો તાજ આવી ગયો આમ ભાભર તાલુકાના મતોએ છેલ્લી ઘડીએ ચિત્ર પલટાવી નાખ્યું.

Tags :
BJPgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement