મોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેન
મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપીએ પોસ્ટમેનની આઇ.ડી. કીટનો ઉપયોગ કરી આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ આધારકાર્ડ માં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે. મોરબીમાં કાયદાની સલાહ આપતા જ સલાહકારો કાયદો કેવી રીતે તોડવો તે લોકોને શિખવી રહ્યા છે. ત્યારે આવો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે મોરબી શહેરમાં રહેતા અને તમામ પ્રકારના કાયદાના સલાહકાર એડવોકેટ વિજયભાઈ સરડવા નામના આરોપીએ મોરબીના શનાળા રોડ સુપર માર્કેટમાં આવેલી ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટમેન જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની આઇ.ડી. નંબર 70035 નંબર વાળી કિટનો ઉપયોગ કરી પોતાને આધારકાર્ડ બનાવવા કે તેમા કોઇપણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોય તેમ છતા અન્ય આઈડી કીટનો આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમા છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધારકાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરી લોકો પાસેથી ઉઘાડી લુંટ ચલાવતા હતા.
એક આધારકાર્ડ કઢાવવા કે સુધારો કરવામાં માટે લોકો પાસેથી રૂૂ. 2500 પડાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું. તેમજ આધારકાર્ડમાં સુધારા વધારા કરી લોકો સાથે ઠગાઈ કરતા આરોપી વિજયભાઈ સરડવા અને પોસ્ટમેન જયેશભાઇ સરડવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ઇ.ગ.જ. કલમ-319(1), 318(ર), 336(ર), 338, 340(ર),204 તથા આધાર અધિનિયમ-2016ની કલમ 36,38,39, તથા આઇ.ટી. એકટ 66.(સી), 66(ડી), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.