For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી માટે જાહેરાત બહાર પડાઇ

04:43 PM Aug 01, 2024 IST | Bhumika
ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી માટે જાહેરાત બહાર પડાઇ
a man wearing a suit sitting in a desk with a signboard in front of him with the word principal written in it
Advertisement

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ મુજબ લાયક ઉમેદવારો 5 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી પસંદગી સમિતિ એ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-2022માં લેવાયેલ HMAT પરીક્ષામાં પાસ થયેલ અને લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/ પર જઈને અરજી કરી શકે છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારો 5 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ પણ આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/ પર જોવા મળશે.જાણીતું છે કે ગયા મહિને જ રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત કરી હતી. આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવે તે પહેલા જ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આચાર્યોની ખાલી પડેલી જગ્યાઓની વિગતો એકત્ર કરવાની કામગીરી પણ શરૂૂ કરી દીધી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement