For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો પ્રારંભ

12:24 PM Aug 26, 2025 IST | Bhumika
ગીર સોમનાથની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન અંતર્ગત IT 2.0 અમલી છે. સમગ્ર દેશની પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (APT) નો શરુઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ પોસ્ટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (APT) આધારિત સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Advertisement

પોસ્ટ વિભાગમાં આઇ.ટી. મોર્ડનાઇઝેશન પ્રોજેક્ટ 1.0ની સફળતાના આધારે લોન્ચ કરવામાં આવેલું નવું એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી પ્લેટફોર્મ માઇક્રો સર્વિસ આધારિત એપ્લિકેશન રજૂ કરે છે. જેના કારણે પોસ્ટ ઓફિસમાં ઝડપી, વધુ વિશ્વસનીય અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરે છે.
સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી (CEPT) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત આ એપ્લિકેશન કેન્દ્ર સરકારના ક્લાઉડ પ્લેટફોર્મ મેઘરાજ 2.0 પર હોસ્ટ કરવામાં આવી છે અને બી.એસ.એન.એલ.ની રાષ્ટ્રવ્યાપી ટેકનોલોજી દ્વારા સમર્થિત છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી સિંધિયાના જણાવ્યાનુસાર, એપીટી ઇન્ડિયા પોસ્ટને વિશ્વ કક્ષાના જાહેર લોજિસ્ટિક્સ સંગઠનમાં પરિવર્તિત કરશે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ડિજિટલ ભારતનો માર્ગ તૈયાર કરે છે.

Advertisement

એ.પી.ટી. સુક્ષ્મ સેવાઓ, ઓપન એ.પી.આઇ આધારિત આર્કિટેક્ચર, બુકિંગથી ડિલિવરી સુધીનું તમામ ડિજિટલ નિવારણ, ચછ કોડ ચૂકવણીઓ, OTP આધારિત ડિલિવરી, ડિલિવરીની ચોકસાઇ વધારવા માટે 10 અંકોના આલ્ફા ન્યૂમેરિક પીનથી સુસજ્જ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તા.04 ઓગસ્ટ, 2025થી તમામ 23 પોસ્ટ સર્કલમાં આ સેવાઓનો પ્રારંભ થયો છે. જેમાં 1.70 લાખથી વધુ ઓફિસ જેમાં પોસ્ટ ઓફિસ, મેઇલ ઓફિસ, વહીવટી એકમો એપીટી પર કાર્યરત છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત નવી ટેકનોલોજી અંગે 4.6 લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ એક જ દિવસમાં 32 લાખથી વધુ બૂકિંગ અને 37 લાખ ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. તેમ ગીર સોમનાથ પોસ્ટલ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement