ગુજરાત રાજ્યની 8884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટ ટેકનોલોજી 2.0 અમલમાં
દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પરિમંડળની તમામ 8,884 પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી 2.0 લાગુ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે એપીટી 2.0 લોન્ચ કર્યું.
આ સાથે, લોકો હવે પોસ્ટ ઓફિસમાં ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈ-આધારિત ડિજિટલ ચુકવણી કરી શકે છે, જેનાથી સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, પાર્સલ, આંતરરાષ્ટ્રીય મેઇલ અને ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર જેવી ઘણી સેવાઓ માટે રોકડ ચૂકવણી કરવાની જરૂૂરિયાત દૂર થશે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પ્રવર ડાક અધિક્ષક ચિરાગ મહેતા અને જીપીઓ સિનિયર પોસ્ટમાસ્ટર અલ્પેશ આર. શાહ સાથે એપીટી 2.0 પર એક ખાસ વીરૂૂપણ પણ બહાર પાડ્યું, જે જાહેર જાગૃતિ માટે તમામ પોસ્ટલ વસ્તુઓ પર સ્ટેમ્પ અંકિત કરવામાં આવ્યું.
શુભારંભ બાદ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે એપીટી 2.0 નો ઉદ્દેશ્ય ડાક સેવાઓને આધુનિક બનાવવા, કાર્યક્ષમતા, પારદર્શિતા અને અંતિમ સ્તર સુધી ઉત્તમ સેવા પ્રદાન કરવાનો છે. જેમાં 09 મુખ્ય પોસ્ટ ઓફિસ, 344 સબ પોસ્ટ ઓફિસ અને 1,905 શાખા પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. યાદવે માહિતી આપી કે, માહિતી અને ટેકનોલોજીના આ યુગમાં, પોસ્ટ વિભાગ દ્વારા આગામી પેઢીના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, ઉત્તમ યુઝર અનુભવ, ઝડપી સેવા વિતરણ અને વધુ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયેલ એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (એપીટી) 2.0, સ્માર્ટ, કાર્યક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર કામગીરી પ્રદાન કરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પડિજિટલ ઇન્ડિયાથ અને કેશલેસ ઇન્ડિયા તરફ કસ્ટમર ફ્રેન્ડલી પગલું છે.
જેના દ્વારા દૂરના વિસ્તારોમાં સ્થિત પોસ્ટ ઓફિસોને પણ હાઇટેક બનાવવામાં આવી રહી છે. આ ડિજિટલ શ્રેષ્ઠતા અને રાષ્ટ્ર નિર્માણ તરફ એક મોટું પગલું છે. આ પ્રસંગે અમદાવાદ શહેર મંડળના પ્રવર ડાક અધિક્ષક ચિરાગ મહેતા, જીપીઓ સિનિયર પોસ્ટમાસ્ટર અલ્પેશ આર. શાહ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ સિનિયર પોસ્ટમાસ્ટર પી.જે. સોલંકી, ડેપ્યુટી પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટ એસ.કે. વર્મા, આઈપીપીબી અમદાવાદના રિજનલ હેડ અભિજીત જીભકાટે, આઈપીપીબી સીનિયર મેનેજર સ્નેહલ મેશ્રામ, આઈપીપીબી જીપીઓ બ્રાંચ મેનેજર મોના ગોસ્વામી, સહાયક નિર્દેશક એમ.એમ. શેખ, રિતુલ ગાંધી, વારિસ વહોરા, સહાયક અધિક્ષક આર ટી પરમાર, હાર્દિક રાઠોડ, અલ્કેશ પરમાર, એચ જે પરીખ, વિશાલ ચૌહાણ, જિનેશ પટેલ, રમેશ પટેલ, રોનક શાહ, ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક પાયલ પટેલ, યથાર્થ દુબે, વિપુલ ચડોતરા, યોગેન્દ્ર રાઠોડ અને અન્ય ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.