For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદ એરપોર્ટ પર 2,500 મીટર રનવેના વિસ્તરણ બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવાશે

12:28 PM Sep 19, 2025 IST | Bhumika
કેશોદ એરપોર્ટ પર 2 500 મીટર રનવેના વિસ્તરણ બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવાશે

કેશોદ એરપોર્ટ પર 2,500 મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS ) , CAT I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVORની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.

Advertisement

મંત્રી એ એમ પણ જણાવ્યું હતું કે મંત્રાલયે કેશોદ એરપોર્ટ પર રનવેને 2,500 મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઑફ વર્કની જાહેરાત કરી દીધી છે અને આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. ILSના ઇન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ 1,800 મીટરથી વધુ હોવી જોઈએ અને કેશોદ એરપોર્ટના હાલના રનવેની લંબાઈ 1,300 મીટર છે.

પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS ) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નથવાણીએ પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે.

Advertisement

એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફ્લાઇટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement