ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાયનું ઘી અને મરીમાં ભેળસેળ: પેઢી માલિકને 1 માસની સજા

05:48 PM Apr 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મહાનગરપાલિકા દ્વારા ગત માસે લેવામાં આવેલ ખાદ્યપદાર્થના સેમ્પલનો રિપોર્ટ આવતા ગાયનું શુધ્ધ ઘી અને આખા મરીનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં શુધ્ધ ઘી વેચાના વેપારીને એક માસની સજા અને રૂા. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે આખા મરીના વેપારીને 50 હજારનો દંડ અને દંડ ન ભરે તો દોઢ માસની સજાનો હુકમ મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 12 એકમોને લાયસન્સ અંગે નોટીસ આપી 20 નમુનાની સ્થળ પર ચકાસણી કરી હતી.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.જે.સરવૈયા દ્વારા તા.03-02-2020 ના રોજ "વોલ્ગા ઘી ડેપો" સ્થળ: ઉદયનગર - 2, શેરી નં. 1, મવડી મે. રોડ, રાજકોટ મુકામેથી "ગાયનું શુધ્ધ ઘી (લુઝ)" નો નમુનો લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત બી.આર. રીડીંગ વધુ, રીચર્ટે વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી, ફોરેન ફેટ હાજરી તથા નોન પરમીટેડ કલરની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો "અનસેફ ફૂડ" તથા ”સબસ્ટાન્ડર્ડ" જાહેર કરવામાં આવેલ. જેથી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 તથા કલમ-63 હેઠળ તકસીરવાન ઠરાવી નિલેશભાઇ ગોપાલદાસ કાનાબાર (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને 1 માસની કેદ તથા રૂૂ.1,00,000ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલ તથા રાજકોટ મુકામેથી "આખા મરી (લુઝ આખા)" નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત મિનરલ ઓઇલની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવેલ. જેથી મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઇ દયારામ ગોપલાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક)ને તથા રૂૂ.50,000ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસ 15 દિવસની કેદની સજાનો હૂકમ કરેલ હતો.

શહેરના ઓમનગર પ્રજાપતિ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

ફૂડ વિભાગ દ્વારા (01)ખોડિયાર ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ઉમિયા પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)અનમોલ ચાઇનીઝ પંજાબી-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જય ગોપનાથ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જલિયાણ પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સપના સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જોકર ગાંઠિયા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ક્રિષ્ના મારવાડી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)શિવ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)મારુતિ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ઓમ ઢોકળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (13)શ્રી ઓમ ફાર્મસી (14)મધુવન ડેરી ફાર્મ (15)રવિ ખમણ (16)રામેશ્વર ડેરી ફાર્મ (17)ગાંધી સોડા શોપ (18)જાનકી ડેરી ફાર્મ (19)ગુરુ કૃપા એજન્સી (20)મુરલીધર ફરસાણ ની ચકાસણી કરવામાં આવેલ હતી.

Tags :
Food Departmentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement