પનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલ
ભેળસેળિયા તત્વોને રૂા. 1.96 લાખનો દંડ કરી ફરી ગોરખધંધા કરવા માટે છોડી મુકાયા: અતુલ બેકરીમાં ફરિયાદના પગલે ચેકિંગ
મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ સેમ્પલનો રિપોર્ટ લેવામાં આવતા પનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ, લૂઝ દૂધમાં ભેળસેળ ખુલતા એજ્યુબિકેટીન ઓફિસર અને અધિક કલેક્ટર દ્વારા સાત પેઢી પાસેથી રૂા. 1.96 લાખનો દંડ વસુલી તેમને છોડી મુકવામાં આવ્યા હતાં.
ફૂડ વિભાગ દ્વારા "અજેન્દ્ર ડેરી ફાર્મ", સોરઠીયાવાડી 6-8 કોર્નર, 80’ રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી "પનીર (લુઝ)"નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ(વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" જાહેર થયેલ. પેઢીના માલિક-પરવાનેદાર રાજેશભાઈ શિવાભાઈ ઢાંકેચાને કુલ રૂૂ. 1,00,000/- (અંકે રૂૂપિયા એક લાખ) નો દંડ તથા "હિરવા હેલ્થ કેર", "ધારેશ્વર કૃપા", સત્યનારાયણ શેરી નં. 2, ગાંધીગ્રામ, રાજકોટ મુકામેથી MVHIR NUTRITIONAL FOOD SUPPLEMENT (10 TAB. PACKED)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં METHYLCOBALAMINની હાજરી મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" જાહેર થયેલ. જેથી પેઢીના ભાગીદાર- સુરેશભાઇ કાંતિભાઈ પ્રજાપતિ, ઉત્પાદક પેઢીના પાર્ટનર -સુરેશકુમાર અમીચંદ પ્રજાપતિ તથા ઉત્પાદક ભાગીદારી પેઢી EMPYREAM LIFESCIENCEને કુલ મળીને રૂૂ. 42,000/- (અંકે રૂૂપિયા બેતાલીસ હજાર) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
તથા "રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ", પંચેશ્વર પાર્ક-8, નવો 150 રિંગ રોડ-2, નંદનવન રેસ્ટોની બાજુમાં, રાજકોટ મુકામેથી "મંચુરિયન ફાઇડ (પ્રિપેર્ડ- લુઝ)" નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલર- SUNSET YELLOW FCF અને PONCEAU 4Rની હાજરી મળી આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ" જાહેર થયેલ પેઢીના ભાગીદાર તથા નોમિની વિવેકભાઈ હિતેશભાઇ સવજાણી તથા ભાગીદારી પેઢી "રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ"ને કુલ મળીને રૂૂ. 20,000/- (અંકે રૂૂપિયા વીસ હજાર)નો દંડ તથા રાધે કેટરર્સમાંથી ફરાળી લોટનો નમુનો લેવામાં આવેલ જેમાં મકાઈના લોટની ભેળસેળ ખુલતા માલિકને રૂા. 10 હજારનો દંડ તેમજ ખોડિયાર ડેરીફાર્મમાંથી મિક્સ દુધના નમુનાના રિપોર્ટમાં દૂધમાંથીફેટ કાઢી લીધાનું બહાર આવતા રૂા. 10 હજારનો દંડ તથા પ્રકાશ સ્ટોરમાંથી બે મુખવાસના સેમ્પલ લીધેલ જેમાં સિન્થેટીક કલરની ભેળસેળ ખુલતા 14 હજારનો દંડ સહિત સાત વેપારીને રૂા. 1.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા આજે ડાર્ક ફોરેસ્ટ ચોકો કેક: સ્થળ- અંબિકા ફૂડ્સ (અતુલ બેકરી) જાસલ કોમ્પ્લેક્સ, નાણાવટી ચોક, 150’ રિંગ રોડ, હોલ વ્હીટ બ્રેડ સ્થળ- અંબિકા ફૂડ્સ (અતુલ બેકરી) જાસલ કોમ્પ્લેક્સ, નાણાવટી ચોક, 150’ રિંગ રોડ, મીઠી ચટણી (લુઝ): સ્થળ- ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, મંજૂલતીર્થ એપાર્ટમેન્ટ, દુકાન નં. 01, રામકૃષ્ણ રોડ, નમકીન ઘૂઘરા (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, મંજૂલતીર્થ એપાર્ટમેન્ટ, દુકાન નં. 01, રામકૃષ્ણ રોડ, પનીર અંગારા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી., ભ/જ્ઞ ધ ગ્રાન્ડ રિજન્સી, ઢેબર રોડ, ચોળી મસાલા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી., ભ/જ્ઞ ધ ગ્રાન્ડ રિજન્સી, ઢેબર રોડથી સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલી આપ્યા હતાં.