For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોધિકા-અમદાવાદમાંથી બે કરોડનું ભેળસેળિયું ઘી પકડાયું

11:23 AM Oct 11, 2024 IST | Bhumika
લોધિકા અમદાવાદમાંથી બે કરોડનું ભેળસેળિયું ઘી પકડાયું
Advertisement

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 44 હજાર કિલોથી વધુનો બે કરોડની કિંમતનો અખાદ્ય ખોરાકી જથ્થો જપ્ત થયો છે. જેમાં રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં મેટોડા લોધીકા જીઆઇડીસીમાંથી ગત તા. 7 ઓક્ટોબરે એકસામટું 1.20 કરોડની કિંમતનું 18,442 કિલોગ્રામ નકલી (ભેળસેળવાળું) ઘી ઝડપાયું છે.

આ ઉપરાંત અમદાવાદમાં કાસિન્દ્રા ગામના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટવાળો અખાદ્ય ગણાય તેવો 27.87 લાખની કિંમતનો 1,706 કિલો ગ્રામ ડ્રાયફૂડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી પખવાડિયા દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં આટલી મોટી માત્રા અને કિંમતનો શંકાસ્પદ ખાદ્યચીજોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement

દિવાળીના તહેવારો સામે છે, માવા, મીઠાઇ, ફરસાણ, ડ્રાયફૂડ, ખાદ્યતેલ સહિતની ચીજોની પુરજોશમાં ડિમાંડ છે, લોકો તહેવારો ટાણે હજારો કરોડની કિંમતની ખાદ્યચીજોની ખરીદી કરતા હોય છે ત્યારે જનઆરોગ્યની ઐસી કી તૈસી કરીને કેટલાક વેપારીઓ ફક્ત નફો કમાવવા માટે અખાદ્ય અને હાનિકારક ચીજવસ્તુઓ બજારમાં ઠાલવી ગ્રાહકોને પધરાવી દે છે.

ખાસ કરીને નવરાત્રિ અને દિવાળીના તહેવરોમાં માંગમાં અનેકગણો વધારો થતા નકલી અને ઓછી ગુણવત્તાવાળો, ભેળસેળવાળો માલ વેપારીઓ ગ્રાહકોને પધરાની કમાણી કરી લેતા હોય છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાંથી 6.36 લાખનો મીઠો માવો ગત તા. 3 અને 4 ઓક્ટોબરના રોજ જપ્ત કરાયો છે.અમદાવાદ ઝોન એકમાંથી ગત તા.6 ઓક્ટોબરે 1.22 લાખની કિંમતનું 748 કિલો ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો હતો. તા.9 ઓક્ટોબરે મ્યુનિ.વિસ્તારમાંથી 150 કિલો નકલી ધી 1,99,740 રૂૂપિયાની કિંમતનું ઝડપાયું હતું. વડોદરા કોર્પોરેશન વિસ્તારમાંથી ગત તા. 4 ઓક્ટોબરે 71,240 રૂૂપિયાની કિંમતનો મીઠો માવો અને બરફી જપ્ત કરાઇ છે. સુરતમાંથી 4,640ની કિંમતનો માવો, 17,204 રૂૂપિયાનું ખાદ્યતેલ જપ્ત કરાયું છે. મુખ્ય મથક ગાંધીનગર સર્કલે દરોડો પાડીને છેલ્લા અઠવાડિયામાં 5.59 લાખના પનીરનો જથ્થો, 9.34 લાખની કિંમતનું ઘી અને બટર ઝડપી પાડયું હતું. ભાવનગર-બોદાદ સર્કલમાંથી 1.69 લાખનું 880 કિલો ખાદ્યતેલ, સાબરકાંઠા-અરવલ્લીમાંથી 12,360ની કિંમતનું 103 કિલો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement