પદ્ધતિ જ એવી અપનાવો કે કોઈને ટ્રેસ ન પડે
ત્યાં સારો નેતા હશે કે ખરાબ એ તમને કેમ ખબર પડશે?
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટ ફિટ ઇન્ડિયાની સંકલ્પના તેમણે આપી છે. જનતાનો અવાજ બનતા પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે ત્યારે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ એટલી જ અગત્યની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ ફિટ ઇન્ડિયા - ફીટ મીડિયાના શુભારંભ પ્રસંગે આ વાત કહી હતી.
અમદાવાદ ખાતે "ફિટ ઈન્ડિયા-ફિટ મીડિયા” કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ અધિકારીઓ મને ઘણીવાર કહે છે કે આ ધારાસભ્ય મને હેરાન કરે છે મારી ટ્રાન્સફર કરો. એવી જ રીતે સામે થી અનેક ધારાસભ્યો અધિકારીઓની ફરિયાદ કરે છે કે આ અધિકારીઓની ટ્રાન્સફર કરો. હવે ટ્રાન્સફર કરશો ત્યા પણ કોઇ ચૂંટાયેલો જ ધારાસભ્ય હશે ને. અધિકારીની આની આજ પરિસ્થિતી છે, તેવી જ સ્થિતી ચૂંટાયેલા સભ્યોની છે. સામે કોને કેવો અધિકારી મળે કોને ખબર, ત્યારે આપણે આવી જ પરિસ્થીતીમાં કામ કરવાનું જ છે તો પદ્ધત્તિ જ એવી બનાવો કે કોઈને ટ્રેસ ના આવે અને શાંતિથી કામ કરવું છે તેવો પ્રયત્ન આપણે કરવાનો.
વિકાસ સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા - ફીટ મીડિયા પ્રોગ્રામનો ઉદઘાટન સમારોહ અમદાવાદ રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ સંદર્ભે કહ્યું કે પત્રકારોની આરોગ્ય રક્ષા- સ્વાસ્થ્ય દરકાર માટે માહિતી ખાતા અને રેડક્રોસની આ પહેલ સરાહનીય છે. પત્રકારોના હેલ્થ ચેકઅપ માટેનો આ ઉપક્રમ દર વર્ષે યોજવાની હિમાયત પણ તેમણે કરી હતી. પહેલું સુખ તે જાતે નર્યાએ આપણી કાર્ય સંસ્કૃતિ છે. સ્વાસ્થ્ય સારું હશે તો કોઈ પણ ધંધા-રોજગાર કે વ્યવસાયમાં આપણે ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકીશું.
સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઈફ સ્ટાઇલને કારણે પત્રકાર સહિત દરેક વ્યવસાયકારોએ પોતાની આરોગ્ય સંભાળ અવશ્ય લેવી જોઈએ. શરીરમાં આવેલા રોગ-ત્રુટીને જાણવા માટે આરોગ્ય તપાસ જરૂૂરી છે તેમ જ સમાજ- સરકારમાં રહેલી ત્રુટીની જાણ માટે પત્રકારિતા આવશ્યક છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ આ તકે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં મળતી જેનરીક દવાઓની ઉપયોગીતા સમજાવી હતી. પ્રચાર માધ્યમોના સહકારથી જન ઔષધી કેન્દ્રમાં મળતી દવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અપીલ તેમણે કરી હતી.