સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી.એડ. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂૂ થઈ છે. વર્ષો થી મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા થતી બી એડ પ્રવેશ પ્રક્રિયા આ વર્ષ થી GCAS મારફતે રાજ્ય સરકાર કરી રહી છે. TY એટલે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ બી એડ પ્રવેશ માટે અરજી કરી શકશે. સામાન્ય કેટેગરી માટે 50 અને અનામત કેટેગરી માટે 45 ટકા હોવા જરૂૂરી છે. EWS માટે 50 ટકા હોવા જરૂૂરી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની સતત ભરતીઓ થતા વિદ્યાર્થીઓ બી એડ માં પ્રવેશ માટે રાહ જોતા હતા. રાજકોટ માં 3 અનુદાનિત કોલેજો છે. પ્રવેશ ફોર્મ ભરવા વિદ્યાર્થીઓ કોઈ પણ BEd કોલેજમાં જઈ પ્રક્રિયા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પ્રવેશ ફોરમ ભરવાનું કેન્દ્ર છે જ્યાં પ્રવેશ ફોર્મ ભરવાની અને વેરિફિકેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની 58 જેટલી કોલેજોમાં 4000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 7 જૂન છે. ત્યાર બાદ રાઉંડ બહાર પડી પ્રવેશ આપવામાં આવશે.