રાજ્યની મેડિકલ કોલેજની 6800 બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
રાજકોટ સહિત રાજ્યનું એમબીબીએસનું પહેલા રાઉન્ડનું કટ ઓફ જાહેર થયું છે. જેમાં રાજ્યમાં સરકારી કોલેજોમાં ઓપન કેટેગરીનું મેરિટ 530થી 590, GMERS કોલેજોનું 486થી 530 અને ખાનગીમાં 435થી 494 વચ્ચે કટ ઓફ રહ્યું છે, જ્યારે ખાનગી મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાનું 391થી 417 અને એનઆરઆઇ ક્વોટાનું 241થી 269 વચ્ચે કટ ઓફ રહ્યું છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસનું જનરલનું મેરિટ 545 પર અટક્યું છે.
પીડીયુ મેડિકલ કોલેજનું જનરલનું મેરિટ 545 સુધી અટક્યું છે જ્યારે ઈડબલ્યુ એસ કેટેગરીમાં 539, SEBCનું 516, જઈનું 485 અને જઝ કેટેગરીનું મેરિટ 358એ અટક્યું છે. આવી જ રીતે GMERS કોલેજોમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢનું 505, મોરબીનું 497 અને પોરબંદરનું 488 પર મેરિટ અટક્યું છે. MBBSના પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડનું કટ ઓફ જાહેર થઈ ગયું છે.આ વર્ષે સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે કટ ઓફ ઊંચું રહ્યું છે, જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા ઘણી તીવ્ર છે. પીડીયુ મેડિકલ કોલેજમાં કુલ 200 બેઠકો ઉપલબ્ધ છે. આ કોલેજમાં સરકારી ક્વોટા (ૠચ) માટે ફી રૂૂ. 0.25 લાખ છે. રાજ્યમાં આ વર્ષે MBBSની કુલ 6800 બેઠકો ઉપલબ્ધ છે. સરકારી ક્વોટા (ૠચ)ની ફી રૂૂ.0.25 લાખથી રૂૂ.11.20 લાખ સુધીની છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ લેવા માટેની 200 બેઠકો છે. જેમાં હાલ પહેલા રાઉન્ડનું જૂદી-જૂદી કેટેગરી વાઇઝ કટઓફ જાહેર કરવામાં આવ્યું છે.