ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓખાના સુદર્શન સેતુ ધૂળ અને પોપડા પડતા હોવાના વાયરલ વીડિયો અંગે તંત્રની સ્પષ્ટતા

11:52 AM Jul 15, 2025 IST | Bhumika
Advertisement

ઓખા - બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજના પોપડા પડતા હોવાની અફવા ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં થોડા દિવસો પૂર્વે વાઇરલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગે સુદર્શન સેતુના સુપરવિઝન એજન્સીના ઈજનેર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુદર્શન સેતુના દૈનિક મેન્ટેનન્સના ભાગરૂૂપે બ્રિજ ઉપર તેમજ અંદર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. વાઇરલ વીડિયોમાં જોવા મળતી ધૂળ (ડસ્ટ) આ સફાઈની કામગીરી દરમ્યાન ઊડતી ધૂળ છે. તેમાં કોઈ પોપડા પડતા નથી.

સોશિયલ મીડિયામાં સફાઈ દરમિયાન ડસ્ટ નીચે પડતી હોય એ વિડિયો બનાવી પોપડા પડતા હોવાનું બતાવાઈ રહ્યું છે, હકીકતમાં સુદર્શન સેતુ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. વધુમાં સૌ નાગરિકોને આવી અફવાઓથી દૂર રહેવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsokhaokha newsSudarshan Setu bridge
Advertisement
Next Article
Advertisement