For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરને લાંચ કેસમાં 3 વર્ષની જેલ

12:13 PM Aug 24, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરને લાંચ કેસમાં 3 વર્ષની જેલ
Advertisement

વર્ષ-2010માં જીલ્લા પંચાયતમાં અધિક મદદનીશ ઈજનેર વર્ષ 2010માં ફરીયાદીના બીલ પાસ કરવા માટે રૂ.10,000/-ની લાંચની માંગણી કરેલ હતી જેના પ્રથમ હપ્તા પેટે રૂૂ. 5,000/- સ્વીકારતા ઝડપાઈ જતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળની ખાસ અદાલતે 3 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.1,00,000/ નો દંડ ફરમાવતો હુકમ ર્ક્યો છે.

આ કેસની હકીકત મુજબ ફરીયાદી લક્ષ્મણભાઈ મોહનભાઈ સિંધવ વર્ષ 2010 માં રાજકોટ તાલુકાના પાડાસણ અને મેસવાડા ગામના તળાવો ઉંડા કરવાનું કામ ટેન્ડર મંજુર થતા પુર્ણ કરેલ હતુ. આ ટેન્ડરનું કુલ કામ રૂ.18,42,000/- નું હતુ, જે પુર્ણ થતા રૂૂ. 16,00,000/- જીલ્લા પંચાયત તરફથી ચુકવાઈ ગયેલ હતા. બાકીના રૂૂ. 2,50,000/- ના બીલનું પેમેન્ટ ચુકવવા જીલ્લા પંચાયતની સિંચાઈ વિભાગમાં એસ.ઓ. તરીકે કામ કરતા ભરતભાઈ નાગરભાઈ કાછડીયા અને તેના સહકર્મી પરસોંડાભાઈએ રૂપિયા દસ દસ હજારની લાંચની માંગણી કરેલ હતી. આ મુજબની માંગણી થતા ફરીયાદી લક્ષ્મણભાઈએ તા. 30/06/2010 ના રોજ એ.સી.બી. પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ હતી જે મુજબ ફરીયાદના દિવસે પ્રથમ હપ્તા ના રૂૂપિયા પાંચ-પાંચ હજાર ચુકવવાના હતા.

Advertisement

ફરીયાદ બાદ ટ્રેપની કાર્યવાહી દરમ્યાન ફરીયાદી એ.સી.બી. ટીમ સાથે રૂૂપિયા પાંચ-પાંચ હજારના બે બંડલ લઈને જીલ્લા પંચાયત કચેરીમાં ગયેલ ત્યારે પરસોંડાભાઈ હાજર ન હતા. લાંચની રકમ આપવા માટે ફરીયાદીએ પરસોંડાભાઈ વિશે પૂછતા આરોપી ભરતભાઈએ જણાવેલ કે પરસોંડાભાઈ હાજર નથી, તેથી તેમને આપવાના રૂપિયા પાંચ હજાર પણ આપી દેવા જણાવેલ. આથી ફરીયાદીએ રૂપિયા પાંચ હજારના બંને બંડલો આરોપી ભરતભાઈ નાગરભાઈ કાછડીયાને આપી દીધેલ હતા. આ રકમ સ્વીકારતા એ.સી.બી. પી.આઈ.કે.બી. ઝાલા એ આરોપી ભરતભાઈને રંગે હાથ પકડી લીધેલ હતા. જે કેસ ચાલવા ઉપર આવતા સરકાર તરફેની આ રજુઆતોને ધ્યાનમાં લઇ ખાસ અદાલતના જજ એસ.વી.શર્માએ આરોપી ભરતભાઇ નાગરભાઇ કાછડીયાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ, તકસીરવાન ઠેરવી 3 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. 1 લાખનો દંડ ફરમાવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement