અભિનેત્રી કંગના રણૌત દ્વારકાધીશના શરણે
દ્વારકા જગત મંદિરમાં રંગથી લઈ મોટા સ્ટાર સુધી શીશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે આ શ્રેણીમાં ગુરુવારે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત દ્વારકા પોતાના ભત્રીજા સાથે આવી પહોંચી હતી. તેમણે દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યું હતું અને ધન્યતાનો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું. અહીં પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના ચરણ પાદુકા પૂજન શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરાવવામાં આવ્યું હતું
કંગના રણૌતએ જણાવ્યું કે, હું હંમેશા દ્વારકાધીશની કૃપા મેળવવા અહીં આવું છું, અને મારા ભત્રીજા સાથે આવીને ભગવાનનો વિશેષ આશીર્વાદ મેળવવાનો સૌભાગ્ય મળ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશ ફક્ત દ્વારકાના રાજા નહીં પરંતુ વિશ્વના રાજા છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાને દ્વારકાને સેતુની ભેટ આપી છે તથા વિકાસ કાર્યો પર વિશ્વાસ વ્યક્ત કરતા કંગના ઉમેર્યું હતું કે મને વિશ્વાસ છે કે દ્વારકા નગરી મોર્ડન સીટી બનાવવામાં આવશે. કંગના રણૌતએ દ્વારકાની દિવ્યતાનું વખાણ કરતાં કહ્યું કે, દ્વારકાધીશની પવિત્ર ભૂમિ પર આવવાથી મનને અદભૂત શાંતિ અને શક્તિ મળે છે.
મંદિર પરિસરમાં કંગનાનો સાદગીભર્યો દર્શન અને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિએ ભાવિકોમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા અને દ્વારકાધીશના પ્રસાદથી વંદિત કરવામાં આવ્યા હતા.