જામનગરમાં અભિનેતા શિખર પહેરિયા અને અભિનેત્રી જાનવી કપૂરનું આગમન
12:13 PM May 28, 2025 IST | Bhumika
જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત વિશ્વ કક્ષા ની રિલાયન્સ રિફાઇનરી, વનતારા અને રિલાઇન્સ ગ્રીન્સ માં ફિલ્મી કલાકારો , ક્રિકેટરો સહિત ના મહાનુવો સમયાંતરે મુલાકાતે આવતા રહે છે.
Advertisement
આજે ફરી એક વખત હિન્દી ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર સાથે શિખર પહેરીયા અને ખુશી કપૂર જામનગર ના મહેમાન બન્યા હતા. તેઓનું આજે બપોરે જામનગરના એરપોર્ટ ઉપર આગમન થયું હતું ત્યાર પછી તેઓ સડક માર્ગે રિલાયન્સ કંપની માં જવા માટે રવાના થયા હતા. અને બપોરે ત્યાં પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ આજે રાત્રી રોકાણ પણ કરનાર છે.
Advertisement
Advertisement