અભિનેતા મલ્હાર ઠાકર બનશે પપ્પા, પૂજા જોષીએ આપી ખુશખબરી
10:56 AM Jun 25, 2025 IST | Bhumika
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ઘરે હવે કિલકારી ગૂંજવાની છે. અભિનેત્રી અને મલ્હારની વાઈફ પૂજા જોષી ખુશખબરી આપી છે. છેલ્લો દિવસનો વિક્કી હવે પપ્પા બની જશે. પૂજા જોશીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ખુશીના સમાચાર શેર કર્યા છે. તેણીએ એક પોસ્ટ શેર કરી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. પૂજા જોષીએ લખ્યું કે, અમે અમારો પરિવાર બનાવવા જઈ રહ્યા છીએ. હું ખૂબ જ હરખ અને આનંદ સાથે એ જાહેરાત કરું છું અમે એક પર્ફેક્ટ ડુઓમાંથી સુંદર ત્રિપુટી તરફ જઈ રહ્યા છીએ, જેનો હું અને મલ્હાર ઘણા સમયથી વિચાર કરતા હતાં.
Advertisement
વધુમાં પૂજાએ ઉમેર્યુ કે અમે ઘણા સમયથી આ સ્વપ્ન જોઈ રહ્યા હતાં અને ટૂંક સમયમાં અમારું નવું ચેપ્ટર શરૂૂ થશે. આનંદ અને સ્લીપનેસ નાઈટ માટે તૈયાર થઈ જાઓ. પૂજા અને મલ્હારની આ જાહેરાત બાદ કલા જગતની હસ્તીઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
Advertisement
Advertisement