For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ. બુટલેગરો સામે પાસાની કાર્યવાહી

11:48 AM Dec 05, 2025 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પ્રોહિ  બુટલેગરો સામે પાસાની કાર્યવાહી

ગગુભા માણેકને સુરતની લાજપોર જેલ અને રાજુ કોડિયાતરને પાલનપુર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઇ

Advertisement

ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે નોંધાયેલા દારૂૂ અંગેના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો સામે જિલ્લા એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી, બંને શખ્સોને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યા છે.
પોલીસ સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂૂ અંગેના નોંધાયેલા વિવિધ ગુનાઓમાં દ્વારકા તાબેના રાંગાસર વિસ્તારમાં રહેતા ડુંગરભા ઉર્ફે બાડો ગગુભા માણેક (ઉ.વ. 37) અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ડોકારમરડા નેસ ખાતે રહેતો રાજુ મુરુ કોડીયાતર (ઉ.વ. 29) સામે અનેક ગુનાઓ નોંધાયા હતા. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા પ્રોહિ. બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરવા એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્રિત કરી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

ઉપરોક્ત બંને શખ્સોની સવિસ્તૃત માહિતી અહીંના જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા તેમણે હકારાત્મક અભિગમ અપનાવીને ઉપરોક્ત બંને શખ્સોના પાસા દરખાસ્તના કાગળોનું અવલોકન કરી અને બંનેના પાસા મંજૂર કરી, અટકાયતી વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

જેને અનુલક્ષીને એલસીબીની ટીમ દ્વારા ઉપરોક્ત બંને શખ્સોને રાઉન્ડ અપ કરી, અને વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી ડુંગરભા ઉર્ફે બાડો ગગુભા માણેકને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે તેમજ રાજુ કોડીયાતરને બનાસકાંઠાની પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement