દારૂના કેસમાં વીડિયોગ્રાફી નહીં કરનાર બોપલ અને સરખેજના PSI સામે કાર્યવાહી
કોર્ટ દ્વારા જિલ્લા પોલીસ વડાને બન્ને પીએસઆઈ સામે પગલાં લેવા આદેશ
અમદાવાદના બોપલ, સરખેજ પોલીસે દારૂૂની રેડ કરી હતી અને તપાસ કરી હતી. જો કે, આ બન્ને કેસમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ વીડિયોગ્રાફીથી પંચનામું કરવામાં આવ્યું ન હતું. આ મામલો કોર્ટને આરોપીઓની જામીન અરજી સમયે ધ્યાને આવ્યો હતો. જેથી કોર્ટે બન્ને કેસના આરોપીઓને ચોક્કસ શરતોને આધારે જામીન પર મુક્ત કર્યા છે. ઉપરાંત પ્રોહિબિશન કેસમાં વીડિયોગ્રાફીથી પંચનામું ન કરનાર પીએસઆઇ સામે કાર્યવાહી કરવા કોર્ટનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે ચુકાદાની નકલ ડીએસપીને મોકલવા આદેશ આપ્યો છે.સરખેજ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશન કેસમાં આરોપી જૈનિક રમેશભાઇ દેસાઇએ આગોતરા જામીન અરજી કરી હતી. જ્યારે બોપલ પોલસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશન કેસમાં વિનોદ ઉર્ફે ચકો કિશનભાઇ દંતાણીએ આગોતરા જામીન અરજી કરી હતી. બન્ને અરજીઓમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી રીતે કેસ કરાયો છે, નિર્દોષ છીએ, ક્યાંય નાસી કે ભાગી જઇએ તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ.
જ્યારે સરકારી વકીલે વિરોધ કરતા એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓ સાામે તપાસ બાકી છે, આરોપીઓની સીધી સંડોવણી છે, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે બન્ને કેના આરોપીઓને ચોક્કસ શરતોને આધારે જામીન પર મુક્ત કર્યા છે.
જો કે, કોર્ટે આ ચુકાદામાં એવી પણ નોંધ મૂકી છે કે, આ ગુનાની તપાસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઇ મુજબ કરવામાં આવી હોવાનું જણાતું નથી. બોપલ અને સરખેજ કેસની તપાસ કરનાર અધિકારીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગાવાઇ મુજબ પંચનામાની કાર્યવાહી વીડિયોગ્રાફીથી કરવાની જરૂૂર હતી છતાં પીએસઆઇએ તેવું કર્યું નથી. જેથી કોર્ટે આ જામીન અરજીનો આદેશ ડીએસપી અમદાવાદને મોકલી આપી છે અને તપાસ કરી 30 દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.