For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી, વીમા વગરના એલઇડી લાઇટ લગાવતા ચાલકો સામે કાર્યવાહી

04:13 PM Dec 10, 2024 IST | Bhumika
હેલ્મેટ  સીટ બેલ્ટ  પીયુસી  વીમા વગરના એલઇડી લાઇટ લગાવતા ચાલકો સામે કાર્યવાહી
Advertisement

ટ્રાફિક નિયમ તોડતા 1101 વાહનચાલકોને રૂા.39.17 લાખનો દંડ ફટકારતુ RTO

રાજકોટ આરટીઓ કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં નિયમોને લઇને ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં જોખમી ડ્રાઇવીંગ કરતા લાયસન્સ વગના, ઓવરલોડ માલ ભરતા, ફિટનેસ વગરના, એલઇડી લાઇટ લગાવવી સહીત વિવિધ ટ્રાફીકના નિયમ તોડતા 1109 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી રૂા.39.17 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.રાજયની વાહન વ્યવહાર કચેરી દ્વારા હેલ્મેટ અને સિટ બેલ્ટ વાહન ચાલકો માટે ફરજીયાત કવરાના આદેશ આપવામાં આવ્યા છે છતા પણ કેટલાક વાહન ચાલકો નિયમની ઐસીતૈસી કરી અને ચલાવતા હોય છે તેવા રાજકોટમાં હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી અને વિમા વગરના 204 વાહન ચાલક ઝડપાતા રૂા.1.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અન્યને જોખમમાં મુકી ઓવર સ્પીડથી વાહન ચલાવતા 142 પકડાતા તેની પાસેથી રૂા.2.83 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

Advertisement

ઉપરાંત કેપેસીટી કરતા વધારે માલભરી વાહન લઇને નિકળતા 145 ચાલકો ઝડપાયા તેને રૂા.17.81 લાખ, ઓવર ડાઇમેન્શનવાળા 48 ચાલકને રૂા.3.31 લાખ, કલેન્ડરેસ્ટાઇન ઓપરેશનવાળા 25 ચાલકોને રૂા.2.50 લાખ, ટેક્ષ વગર નિકળેલા 15 ચાલકોને રૂા.2.16 લાખ, રેડીયમ રેફલેકટર વગેરે જેવા રોડ સેફટીના ગુનાઓ કરતા 32 વાહન ચાલકને રૂા.32 હજા, ફિટનેસ વગર જોખમી બાઇક લઇ નિકળેલા 68 વાહન ચાલકોન રૂા.3.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ઉપરાંત વાહન વ્યવહાર વિભાગની મનાઇ છતા પણ એલઇડી લાઇટ લગાવી અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા 308 વાહન ચાલકો ઝડપાયા હતા.

તેમની પાસેથી રૂા.3.08 લાખનો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. ડ્રાઇવીંગ લાયસન્સ વગરના 78 વાહન ચાલક ઝપટે ચડતા તેને રૂા.1.56 લાખનો દંડ કરાયો હતો તેમજ અન્ય ગુનામાં 36 જેટલા વાહન ચાલકને રૂા.36 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement