ઓખામાં જર્જરિત બાંધકામો સામે માત્ર કાગળ પર કાર્યવાહી
જર્જરિત ઈમારતો નાગરિકોના જીવન માટે ખતરો, કાર્યવાહી કરવા લોકમાંગ
ઓખા નગરપાલિકા પેટા કચેરી સુરજકરાડીના પટાગણમાં વર્ષોથી ઉભેલા જર્જરીત બાંધકામો આજે પણ નાગરિકોના માથા પર આફતનું ઘેરું બનીને ઉભા છે. અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો છતાં પાલિકા તંત્ર કાગળની કાર્યવાહીથી આગળ નથી વધતું.
જોખમી બાંધકામોની હકીકત: ઉત્તર તરફનો પાણી પુરવઠા વિભાગનો સ્ટોર રૂૂમ એક વર્ષથી વધારે સમયથી જર્જરીત, પરંતુ હજુ સુધારો નથી. દક્ષિણ તરફની બે માળની દુકાનો રવેસ તૂટેલો, ખતરનાક હાલતમાં હોવા છતાં પાલિકાના વાહનો પાર્ક થાય છે અને આરોગ્ય કેન્દ્ર પણ ત્યાં સ્થિત છે!
પશ્ચિમ તરફનો આરોગ્ય વિભાગનો રૂૂમ તેની બાજુમાં જાહેર શૌચાલય, નોટિસ આપ્યા છતાં કાર્યવાહી નહી. કાયદાકીય જવાબદારી: ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 260 થી 268 મુજબ મુખ્ય અધિકારી અને બાંધકામ વિભાગ ફરજ પર નિષ્ફળ રહ્યા છે. પ્રાદેશિક કમિશનર પાસે સ્પષ્ટ સત્તા છે કે પાલિકાને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપે, નહિતર પોતે કાર્યવાહી કરે.
અદાલતી ઉલ્લેખો પણ ચેતવણી આપે છે હાઈકોર્ટના ચુકાદા મુજબ નાગરિકોની સુરક્ષા જાળવવી ઈવશયર ઘરરશભયનિી પ્રથમ ફરજ છે. છતાં ઓખા પાલિકા વર્ષથી જવાબદારીનું ભારણ પેપર પર જ દબાવી રહી છે.
ભૂતપૂર્વ તથા હાલના મુખ્ય અધિકારી બાંધકામ વિભાગના એન્જિનિયરો આરોગ્ય વિભાગના અધિકારીઓ માગણી સ્પષ્ટ છે. તમામ જર્જરીત ઇમારતો તાત્કાલિક તોડો અથવા સમારકામ કરો. નોટિસ બાદ પણ અમલ ન કરનારા વિભાગ પર કડક પગલાં લો. જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય તપાસ શરૂૂ કરો. સુરજકરાડીના નાગરિકોને આરોગ્ય અને સુરક્ષા સુવિધા તાત્કાલિક પુન:સ્થાપિત કરો. જો આવું નહીં થાય તો ભવિષ્યમાં થતી કોઈપણ જાનહાનીની સીધી કાનૂની જવાબદારી ઓખા નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓ પર રહેશે.