For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના તત્કાલીન SP મનોજ શશીધરનનો નિર્દોષ છૂટકારો

12:13 PM Mar 22, 2024 IST | Bhumika
અમરેલીના તત્કાલીન sp મનોજ શશીધરનનો નિર્દોષ છૂટકારો
  • લાઠીમાં કોમી હુલ્લડમાં આરોપીઓને માર મારી હાડકા ભાંગી નાખવાના ગુનામાં સંડોવાયા’તા

એસ.પી. મનોજ શશીધરન જે તે સમયે અમરેલી જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા અને તે સમયે લાઠીમાં તોફાનો થતા તા. 15-03-2002 ના રોજ બપોરના ચારેક વાગ્યાને આસપાસ તોફાની ટોળાએ ભેગા થઈ ગામમાં દુકાનો બંધ કરાવવા તથા જે લોકો દુકાન બંધ ન કરે તેની દુકાનો સળગાવવાનું ચાલુ કરી તોફાની ટોળાએ તોડફોડ શરૂૂ કરેલ હતી. જે સમાચાર મળતા પોલીસે પેટ્રોલીંગ શરૂૂ કરેલ હતું અને પરિસ્થિતીને કાબુમાં લેવા માટે પોલીસે જે તે સમયે હળવો લાઠી ચાર્જ પણ કરવો પડેલ હતો અને તે સમયગાળા દરમિયાન લાઠી મેઈન બજારમાં આવેલ ઘણી દુકાનોના દરવાજા, શટરો તોડી નાખેલ તેમાંથી કિંમતી ચીજવસ્તુ તથા માલસામાન બહાર કાઢી આ ટોળાના માણસોએ લાઠી શહેરમાં દરબારી ચોકવિસ્તારમાં તોફાન કરી હુલ્લડ કરી તથા કેબીનોને તથા દુકાનોને કેરોસીન છાંટી આગ લગાડી જે તે સમયે રૂૂા. 12,20,700નું નુકશાન પહોંચાડેલ હતું. જે અંગે ફરીયાદીએ ટોળાના આશરે 25 લોકો સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 143, 147, 336, 436, 427 મુજબની ફરીયાદ આપેલ હતી. ત્યારબાદ તે કામે જે તે સમયના પી.એસ.આઈ. એચ.એમ. બારોટે તપાસ કરેલી તથા જે તે સમયના પી.એસ.આઈ. બી.એમ. પાટીદારે તપાસ કરીને ચાર્જશીટ રજુ કરેલ હતું. આ કામના આરોપીઓની લાઠી પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ગુન્હા સંદર્ભે ગેરકાયદેસર મંડળી રચી અને ટોળાના સ્વરૂૂપે તોફાન કરી, હુલ્લડ કરી લાઠી બજારમાં આવેલી કેબીનો તથા દુકાનો સળગાવી અને રૂૂા. 12,20,700 જેવું નુકશાન કરવા અંગેની ફરીયાદ ના અનસંધાને જે ફરીયાદ આપવામાં આવેલી તે બાબતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી.

Advertisement

આ ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ પૈકી સુધીરભાઈ મહાસુખભાઈ રાણપુરા, વિપુલભાઈ રમણીકભાઈ ગોહીલ, કાળુભાઈ ભાયાભાઈ શંકર, મોહનભાઈ દેવરાજભાઈ ભેસાણીયા, અશોકભાઈ મોહનભાઈ ભેસાણીયા, નરેશભાઈ મોહનભાઈ ભેસાણીયા, વિપુલભાઈ પોપટભાઈ ભેસાણીયા, સુરેશભાઈ બાલાભાઈ મેતલીયા, ભુપતભાઈ નરશીભાઈ નઘેડીયા, વિક્રમભાઈ બાલાભાઈ ડાંગર, નોંધાભાઈ જીવાભાઈ ડાંગર, પેથાભાઈ પુંજાભાઈ બોરીચા, રાજેન્દ્રભાઈ છગનલાલ ભટ્ટ, દયાળભાઈ ગોવિંદભાઈ લાઠીયા, તળશીભાઈ વશરામભાઈ, હરેશભાઈ પરબતભાઈ, કાળુભાઈ નટુભાઈ રાસડીયા, શાંતિભાઈ પરશોતમભાઈ, નકુભાઈ નાગજીભાઈ, હિંમતભાઈ રણછોડભાઈ વામજા, ભુપતભાઈ વેલજીભાઈ ચૌહાણ, કનુભાઈ પ્રભુદાસભાઈ નિમાવત વિગેરે 22 લોકોએ જે તે સમયના અમરેલીના જિલ્લા પોલીસ વડા એસ.પી. મનોજ શશીધરન સામે પોલીસે બેરહેમીથી લાકડી, ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી તથા અમુક લોકોને ફેકચર પણ થયા અંગેની ફરીયાદ જે તે સમયે કોર્ટમાં નોંધાવેલી હતી. ત્યારબાદ તે મુજબનો પુરાવો પણ કોર્ટમાં તેમની જુબાનીમાં આપેલ હતો. તેમાં 3 લોકોને ફેકચર થયા અંગેના મેડીકલ સર્ટીફીકેટ પણ રજુ કરેલ હતા. તે પૈકી અશોકભાઈ મોહનભાઈ, સુરેશભાઈ બાલાભાઈ તથા નરેશભાઈ મોહનભાઈ વિગેરેને ફેકચર હોવા અંગેના સર્ટીફીકેટ રજુ થયેલા અને તેઓએ જે તે સમયના પોલીસ વડા મનોજ શશીધરનના માર મારવાથી તેમને ફેકચર થયેલ હોવાની રજુઆત નામદાર કોર્ટમાં કરેલ હતી.

ઉપરોકત રજુઆતના અનુસંધાને કોર્ટે કસુરવાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 323, 325 તથા 114 વિગેરે મુજબની કાર્યવાહી પોલીસ અધિકારી શશીધરન સામે કરવા માટેનો હુકમ જે તે સમયે કરેલ હતો.આ કામના ઈજા પામનાર તથા જે લોકોએ પોતાને ફેકચર થયા અંગેના સર્ટીફીકેટ રજુ કરેલા તે લોકોને પણ નામદાર કોર્ટ રૂૂબરૂૂ તપાસવામાં આવેલા તથા જે ડોકટરએ ઉપરોકત ઈજા પામનાર 22 લોકોને સીવીલ હોસ્પીટલ અમરેલીમાં સારવાર આપેલી, તેમને પણ આ કામે ફરીયાદ પક્ષે તપાસવામાં આવેલા હતા. તેમજ બચાવપક્ષે જે તે સમયે તપાસ કરનાર પી.એસ.આઈ. એચ.એમ. બારોટે તપાસ કરેલી તથા જે તે સમયના પી.એસ.આઈ. બી.એમ. પાટીદારને તપાસેલ હતા. આ બાબતે ઉપરોકત કેસમાં આશરે 22 જેટલા લોકોને ઈજા થયેલી હોય તથા 3 થી વધુ લોકોને અસ્થીભંગ થયેલો હોય તેમ આ કામે ઘણા બધા સાહેદોને લાઠીના પ્રિન્સીપલ જયુડી. મેજી. ડી.જે.દોશીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદપક્ષ પોતાનો કેસ આ કામના આરોપી વિરૂૂધ્ધ સાબીત નહીં કરી શકતા આ કામના તત્કાલીન અમરેલી જિલ્લાના પોલીસ વડા અને હાલ સી.બી.આઈ. જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધરનને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં તત્કાલીન અમરેલી જિલ્લાના પોલીસ વડા અને હાલ સી.બી.આઈ. જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધરન તર્ફે અમરેલીના સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદી તથા એમ.સી. કાટીયા રોકાયેલ હતા. આમ આ કામે બચાવપક્ષ તરફથી રજુ થયેલ દલીલો તથા ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ઘ્યાને લઈ આ કામના તત્કાલીન અમરેલી જિલ્લાના પોલીસ વડા અને હાલ સી.બી.આઈ. જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધરનને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ લાઠીના પ્રિન્સીપલ જયુડી. મેજી. ડી.જે. દોશી દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement