ઉપલેટાના એટ્રોસિટી તથા મારામારીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
આ ગુનાની ટૂંકમાં હકીકત એવી હતી કે 2020 ની સાલમાં આ કામના આરોપી નં.1 અમીત હરસુખભાઇ કલાડીયાના ઘર પાસે જાહેરમાં ગણોદ મુકામે આ કામના ફરિયાદી આ કામના આરોપી નં.1 અમિત હરસુખભાઇ કલાડીયા પાસે પોતે અગાઉ આપેલ પતરા તથા ઇંટોના એક હજાર રૂપિયા માંગતા હોય.
જે લેવા માટે જતાં આરોપી નં.1 અમિત હરસુખભાઇ કલાડીયાનાએ ઉશ્કરાઇ જઇ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી કપડા ધોવાના ધોકા વડે માર મારી તથા આરોપી નં.2 સંજય પ્રેમજી કલાડીયાનાએ ફરિયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી તથા આરોપી નં.3 ભરત વજુ દેગામાનાએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે કમરના ભાગે માર મારી શરીર પર મુંઢ મારની ઇજાઓ કરી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જેમફાવે તેમ ગાળો આપી, ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી, જાહેરનામાનો ભંગ કરતા આરોપીઓ વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો અને ઉપલેટા પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જસીટ રજૂ કરેલ હતું. જે કેસ નામદાર સેશન્સ કોર્ટ ધોરાજી મુકામે ચાલી જતા આરોપી તરફે યુવા વકીલ શ્રી બાબુલ એ. જુણેજાએ કરેલ તાર્કિક દલીલ તથા ઉલટ તપાસને ધ્યાનમાં લઇ સેશન્સ કોર્ટ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
બચાવ તરફે આરોપીના વકીલ તરીકે ઉપલેટાના યુવા વકીલ બાબુલ એ. જુણેજા રોકાયેલ હતા.