For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં કમિટી મેમ્બરો ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી જામીન મુક્ત

04:33 PM Oct 16, 2025 IST | Bhumika
ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં કમિટી મેમ્બરો ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી જામીન મુક્ત

વીઆઈપી બેઠક ખાલી કરવા બાબતે થયેલી માથાકૂટમાં ત્રણ કમિટી મેમ્બરોને છરીના ઘા ઝીંકી દીધા’તા

Advertisement

મવડી વિસ્તારમાં નવા રિંગરોડ ઉપર આવેલ ખોડલધામ નોર્થ ઝોન અર્વાચીન રાસોત્સવમાં વીઆઈપી બેઠક ખાલી કરવા બાબતે થયેલી માથાકૂટમાં ત્રણ કમિટી મેમ્બરો ઉપર છરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા મહેકગિરિ ગોસ્વામીની જામીન અરજી સેશન્સ કોર્ટે દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ, ખોડલધામ ટ્રસ્ટ (નોર્થ ઝોન) સંચાલિત નવા રીંગ રોડ ઉપર કણકોટ રોડ, પરસાણા ચોક નજીક યોજાયેલા નવરાત્રી મહોત્સવના આઠમા નોરતે નવરાત્રી રાસોત્સવ જોવા પત્ની સાથે આવેલા યુવકને વીઆઈપી બેઠકમાંથી ઉભો કરવામાં આવતા ઉશ્કેરાયેલા યુવકે ત્રણ કમિટી મેમ્બરો મૌલિક પરસાણા, અશોકભાઈ રત્નાભાઈ ફળદુ તેમજ હરેશભાઈ રમેશભાઈ સોરઠીયા પર છરીથી હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે હુમલાખોર શખસ સામે તાલુકા પોલીસ મથકમાં કમિટી મેમ્બર મૌલિક જયેશભાઈ પરસાણા (રહે અમીનમાર્ગ જાનવી એપાર્ટમેન્ટ) ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

હુમલાખોર શખસને ઝડપી રાસોત્સવમાં ફરજ પર હાજર પોલીસ જવાનોને સોંપવામાં આવ્યો હતો. આરોપી સામે ગુનામાં બીએનએસ 118 (2)નો ઉમેરો કરવામાં આવ્યો હતો. નીચેની કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવતા સેશન્સ કોર્ટે જામીન અરજી કરી હતી. અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ અશ્વિન ગોસઇ એ દલીલમા જણાવેલ ગરબામાં આરોપી પાસે પણ વીઆઈપી પાસ હતો આયોજકો માંથી ફેનીલ પટેલ નામની વ્યક્તિએ અલગ અલગ ત્રણ વખત અપમાનજનક રીતે ફેરવેલ છે.

આરોપીની પત્નીનો હાથ પકડી છેડતી કરેલ હોય તેને 15 શખ્સો સ્ટેજ પાછળ લઈ જઈ અને માર મારેલ સ્વબચાવમાં મળેલ હથિયારથી ઈજા થયેલ છે પોલીસે આરોપીની ફરિયાદ લીધેલ ન હોય તેમજ આરોપીનો ગુનાહિત ભૂતકાળ નથી તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે મહેકગીરી જગદીશ ગીરી ગોસ્વામીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી છે.આરોપી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઈ શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, યુવા ધારાશાસ્ત્રી કશ્યપ વિરેન્દ્રભાઈ ઠાકર, નીતેશભાઈ કથીરીયા, ચિત્રાંક વ્યાસ, નીવીદભાઈ પારેખ, રવિ મુલીયા, નેહાબેન વ્યાસ, બીનાબેન પટેલ, હર્ષીલભાઈ શાહ, ભાવીનભાઈ રૂૂઘાણી, રાજુભાઈ ગોસ્વામી, સચીન ગોસ્વામી, રીનાબેન સરના રોકાયેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement