For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોરાઉ બાઈકમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરનાર આરોપી નિર્દોષ

04:17 PM Aug 21, 2024 IST | admin
ચોરાઉ બાઈકમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરનાર આરોપી નિર્દોષ

ફરિયાદી નિશંકપણે કેસ પૂરવાર કરી ન શકતા અદાલતનો ચુકાદો

Advertisement

શહેરમાં બાઈક ચોરી કરી તેમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવાના ગુનામાં પકડાયેલા આરોપી વિરૂધ્ધનો કેસ કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષોની દલીલો બાદ ફરિયાદ પક્ષ તેનો કેસ નિશંકપણે પુરવાર કરી ન શકતા અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ કનક રોડ પરથી વિશાલભાઈ જયંતિભાઈ દેવાડીયાનું બાઈક ચોરી થયું હતું. જે અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન માલવીયાનગર પોલીસે નંદનવન સોસાયટી પાસેથી ધવલ નાટડા (રહે.પુનિતનગર)ને ચોરાઉ બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતાં ઝડપી લીધો હતો. દરમિયાન પોલીસ તપાસમાં આ બાઈક ચોરીનું હોવાનું અને તેમાં ખોટી નંબર પ્લેટ લગાડી દારૂની હેરાફેરી કરતાં હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવવાની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

દરમિયાન કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ આ કેસ ચાલવા પર આવતાં ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી. જેમાં ફરિયાદ પક્ષ તેમની ફરિયાદને સમર્થન કરતો પુરાવો આપી શકેલ ન હોય જેથી ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિસંકપણે પુરવાર નહીં કરી શકતા અને આરોપી તરફે રોકાયેલા એડવોકેટ અજયસિંહ ચૌહાણની દલીલો અને ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી ધવલ દેવદાનભાઈ નાટડાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી ધવલ નાટડા વતી એડવોકેટ અજયસિંહ ચૌહાણ રોકાયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement