કાલાવડની લૂંટ તથા ધાડના ગુનાનો આરોપી હરિયાણામાંથી ઝડપાયો
કાલાવડ શહેરમાં દોઢેક વર્ષ પહેલાં પૂર્વ યોજીત કાવતરૂૂ રચી લૂંટ તથા ધાડ પાડવામાં આવી હોવાનો ગુન્હો નોંધાયા પછી રાજસ્થાન તથા હરિયાણા રાજ્ય માં રહેતા આરોપી ઓ ની પોલીસે તપાસ આદરી હતી. હતા. તેમાંથી રાજસ્થાનના એક આરોપી ની કાલાવડ શહેર પોલીસે રાજસ્થાનમાંથી અટક કરી છે.કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે લૂંટ, ધાડ અંગેનો એક ગુન્હો નોંધાયો હતો. પોલીસે આ અંગે નો ગુન્હો નોંધી આરોપી ની તપાસ શરૂૂ કરી હતી.
આ ગુન્હામાં સંડોવાયેલા શખ્સો રાજસ્થાન તથા હરિયાણા રાજ્યના વતની હોવાથી છેલ્લા દોઢેક વર્ષથી પોલીસની પકકડમાં આવતા ન હતા.આ આરોપીઓને પકડી પાડવા માટે કાલાવડ શહેર પોલીસ ની ટીમ પી આઈ એન.વી. આંબલીયા ના માર્ગદર્શન હેઠળ તપાસ મા હતી. જેમાં ટેકનિકલ એનાલિસિસ તેમજ કોલ ડીટેઈલ સહિતની વિગતો મેળવી હતી.
જેમાં એક આરોપી રાજસ્થાન રાજ્યના ખેરથલ ગામમાં હોવાની વિગતો બહાર આવતા પોલીસ ટીમ ત્યાં દોડી ગઈ હતી. ત્યાં પહોંચ્યા પછી વસીમ અકરમ ઉર્ફે અક્કા હુકુમુદ્દીન મેવ નામનો આ શખ્સ ડ્રાઈવીંગ માટે હરિયાણા રાજ્યના કુલાના શહેરમાં ગયો હોવાની વિગત જાણવા મળી હતી. તેથી હરિયાણા પહોંચેલી કાલાવડ શહેર પોલીસે ત્યાંથી વસીમ અકરમ ની ધરપકડ કરી છે.