For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રીલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા બાદ આરોપીનું હાર્ટએટેકથી મૃત્યુ

12:57 PM Dec 01, 2025 IST | Bhumika
રીલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા બાદ આરોપીનું હાર્ટએટેકથી મૃત્યુ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ફેકટરીના લેબર કવાર્ટરમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેતી યુવતી અને યુવક વચ્ચે ઝઘડો થયા બાદ યુવકે ઢોર માર મારતા યુવતીનું મોત થયું હતું બનાવ અંગે પૂછપરછ કરવા પોલીસ મથકે યુવાનને લઇ આવ્યા બાદ તબિયત બગડતા હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ડોકટરે યુવકને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી તાલુકા પોલીસે યુવતીની હત્યા અને યુવકના અમોત અંગે નોંધ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ હરેશકુમાર તિવારીએ આરોપી નરેન્દ્રસિંઘ કમલસિંહ ધ્રુવેલ રહે હાલ લેક્સેસ સિરામિક લેબર કોલોની મૂળ મધ્યપ્રદેશ વાળા વિરુધ ફરિયાદ નોંધાવી છે કે લખધીરપુર ગામના ઝાપા સામે આવેલ લેક્સેસ સિરામિક કંપનીમાં એક મહિલાનો મૃતદેહ હોવાની માહિતી મળતા ટીમ દોડી ગઈ હતી અને લેબર ક્વાર્ટરના રૂૂમમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો શરીર પર માર માર્યાના ચામ્ભા પડી ગયા હતા અને હત્યાનો બનાવ પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવતા મૃતદેહ પીએમ અર્થ હોસ્પિટલ ખસેડાયો હતો મૃતકનું નામ પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી (ઉ.વ.20) રહે મધ્યપ્રદેશ વાળા હોવાનું જાણવા મળ્યું હતું મૃતક પુષ્પાબેન લીવ ઇન રીલેશનશીપમાં નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલ સાથે રહેતા હતા સ્થળ પર પ્રાથમિક કડક રીતે પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે પુષ્પાને પ્રેમ કરતો હતો બંને પરિવારની મજુરીથી છેલ્લા ત્રણ માસથી લઈને આવી લીવ ઇન રીલેશનશીપમાં રહેતો હતો.

છેલ્લા ઘણા દિવસથી પોતાને પુષ્પા જોડે મનદુ:ખ થતા ગઈકાલે સાંજે સાડા સાતથી આઠ વાગ્યા દરમિયાન ઝઘડો ઉગ્ર થતા લાકડી અને પટ્ટાથી માર માર્યો હતો અને બેભાન થઇ જતા રૂૂમમાં મૂકી બહાર ગયો અને રાત્રે પરત આવતા તે ભાનમાં નહિ આવતા અને ઠંડી થઇ જતા કોઈ જવાબ આપતી ના હતી જેથી કંપનીના સુપરવાઈઝર રાજકુમાર ભાઈને બનાવ અંગે જાણ કરી હતી અને પીપળી ગામના અજયસિંહ ઝાલા મારફતે 112 માં જાણ કરતા પોલીસ મોબાઈલ આવી હતી અને આરોપીએ પોતે ગુનાની કબુલાત આપી હતી આમ આરોપીએ લીવ ઇન રીલેશનમાં તેની સાથે રહેતી પુષ્પાબેનને ઢોર માર મારતા યુવતીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.હત્યાના આરોપી નરેન્દ્રસિંહે પોલીસ સમક્ષ હત્યાની કબુલાત આપી હતી અને પૂછપરછ માટે પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો જ્યાં યુવાનની તબિયત બગડતા સરકારી હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા અને ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો તેવી અપમૃત્યુના બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement