For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારખાનેદારની હત્યાની કોશિશમાં પકડાયેલ આરોપીનું એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેભાન થયા બાદ મોત

04:38 PM Aug 31, 2024 IST | admin
કારખાનેદારની હત્યાની કોશિશમાં પકડાયેલ આરોપીનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેભાન થયા બાદ મોત

કસ્ટોડિયલ ડેથનું સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

Advertisement

પંચનાથ પ્લોટમાં આવેલ જૈન દેરાસરમાં તેમજ હરીધવા રોડ ઉપર બે વખત કારખાનેદારની હત્યાની કોશિષના કરનાર નામચીન શખ્સની ક્રાઈમ બ્રાંચે જયપુરથી ધરપકડ કરી એ-ડીવીઝન પોલીસને સોપ્ય બાદ પકડાયેલ આરોપીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું. કસ્ટડીયલ ડેથના બનાવને પગલે ડિસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મૃતક આરોપીનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.

શહેરની કેદારનાથ સોસાયટીમાં રહેતો ભાવેશ વિનોદભાઈ ગોલ (ઉ.વ 35) નામના નામચીન શખસ સામે હત્યાની કોશિષના બે ગુના નોંધાયા હતા. ગત તા. 20ના પંચનાથ પ્લોટ સ્થિત દિગબંર જૈન મંદિરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર અમીતભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે એ ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. તે પૂર્વે 1 જુલાઈના રોજ હરીધવા રોડ અમીતભાઈને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની તેના ભાઈએ ભકિતનગર પોલીસમાં ગત 23 તારીખે બીજી ફરીયાદ નોંધાવી હતી. અગાઉ કરેલી ફરીયાદમાં આરોપીને પોલીસે પકડયો હોય તેનો ખાર રાખી ગત તા 20 ના રોજ અમિતભાઈ ઉપર હુમલો કર્યો હતો.

Advertisement

કારખાનેદાર ઉપર હુમલો કરનાર ભાવેશ ગોલને પકડવા એ-ડીવીઝન ઉપરાંત પેરોલ ફર્લોની ટીમ તપાસમાં જોડાઈ હતી. જેમાં પેરોલ ફર્લોની ટીમને મળેલી બાતમી આધારે હત્યાની કોશિષના બે ગુનામાં સંડોવાયેલા આરોપીનું પગેરૂૂ જયપુરનુ મળી આવતા ત્યાંથી આરોપીની ધરપકડ કરી રાજકોટ લાવવામાં આવ્યો હતો અને એ ડિવીઝન પોલીસને કબજો સોંપયો હતો. એ-ડીવીઝન પોલીસે ભાવેશ ગોળની પોલીસ પ્રાથમિક પુછપરછ શરુ કરી ત્યારે તેને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડયો હતો અને મોઢામાંથી ફિણ નીકળવા લાગતા જેથી પોલીસે 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

જયાં તેનું ટુંકી સારવાર દરમીયાન મોત થયું હતું. કસ્ટોડિયલ ડેથની ઘટનાની જાણ થતા જ ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પીટલે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક આરોપી માનસીક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટોડિયલ ડેથ થતા હવે આરોપી ભાવેશ ગોલના મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement