ઉપલેટાના ચકચારી પાર્સલ બોમ્બ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
સ્કૂલની મિલકત મુદ્દે ચાલતી તકરારની અદાવતમાં કૃત્ય આચર્યાની શંકાએ ધરપકડ થઇ’તી
ઉપલેટામાં આવેલ વલ્લભભાઈ રત્નાભાઈ ડોબરીયાની ક્રિષ્ના સ્કૂલમાં વર્ષ 2018માં બ્લ્યુ ડાર્ટ કુરિયર મારફત એક પાર્સલ આવેલ અને સાથે એક લેટર આવેલ અને સહપરિવાર ગીફટ બોકસ ખોલવા તે લેટરમાં લખાયેલું, પરંતુ વલ્લભભાઈ ડોબરીયાને શંકા જતા તેણે તે બોકસ સ્કૂલ બહાર ઝાડ નીચે રાખી દીધેલ બાદમાં ઉપલેટા પોલીસને બોલાવતા ઉપલેટા પોલીસ દ્વારા રાજકોટથી બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડો બોલાવાયેલ અને સ્કવોડ દ્વારા તપાસ કરાતા તે બોકસમાં બોમ્બ કે જેમાં નવ નંગ ડીટોનેટર સાથે હોવાનું જણાતાં અતિ ગંભિર એકસપ્લોઝીવ હોવાનું જણાતાં બોમ્બ સ્કવોડ દ્વારા તે પાર્સલને સલામત જગ્યાએ લઈ જઈ તેનો નાશ કરાયેલો અને વલ્લભભાઈ ડોબરીયા દ્વારા અજાણ્યા ઈશમો વિરૂૂધ્ધ ભારતીય દંડ સંહિતા કલમ-307 તથા એકસપ્લોઝીવ એકટ અન્વયે ફરીયાદ દાખલ કરાયેલ બાદમાં પોલીસે તપાસ કરી નાથાભાઈ રવજીભાઈ ડોબરીયા કે જેઓને વલ્લભભાઈ ડોબરીયા સાથે ક્રિષ્ના સ્કૂલની મિલકત બાબતે દિવાની તકરારો ચાલુ હતી તેઓને અટક કરાયેલ અને હસ્તાક્ષર નિષ્ણાંતનાં અહેવાલ તથા બેલાસ્ટિક એકસપર્ટનાં અભિપ્રાય મેળવી ચાર્જશીટ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલે તે માટે મુકાયેલ. આ સાથે 1999 માં ઉપલેટાનાં રતિભાઈ પાદરીયા તથા ગીરીશભાઈ સોજીત્રાને પણ પાર્સલ બોમ્બ દ્વારા મારી નખાયેલ તેનો આરોપ પણ નાથાભાઈ ડોબરીયા ઉપર મુકેલ જેનું ચાર્જશીટ પણ જેતે સમયે રજુ કરાયેલ. જેમાં અગાઉ નાથાભાઈ ડોકરીયાને 1999 નાં ગુન્હામાંથી નિર્દોષ જાહેર કારયેલ.
ક્રિષ્ના સ્કૂલમાં મોકલાયેલ પાર્સલ બોમ્બવાળા પ્રકરણમાં તત્કાલીન કલેકટર ડો.રાહુલ ગુપ્તા તથા અન્ય અધિકારીઓ પોલીસ સ્ટાફ વિગેરેનાં પુરાવા નોંધાયેલ. જેમાં ઉપલેટા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ. જી. પલ્લાચાર્ય દ્વારા જે પંચનામાઓ થયેલ તેમાં એક જ તારીખે અને એક જ સમયે આરોપીને સાથે રાખી ત્રણ અલગ અલગ જગ્યાએ પંચનામાઓ થયેલનું રેકર્ડ પર આવેલ અને પાર્સલ બોમ્બનો નાશ કરાયેલ તે જગ્યાએ કોઈ વિસ્ફોટકનાં અંશો મળી આવેલ ન હોવાનું તથા નાથાભાઈ પાસે નવ નંગ ડીટોનેટર કયાંથી આવેલા તે રેકર્ડ આવી શકેલ નહી છતાંપણ તત્કાલીન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ તપાસનાં પેપર્સનો પુરતો અભ્યાસ કર્યા વગર પરવાનગી આપેલનું તથા પોલીસે યોગ્ય રીતે તપાસ ન કરેલ હોવાનું અને આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ હોવાનું રેકર્ડ પર આવેલ અને ફરીયાદપક્ષ તથા આરોપીપક્ષ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને આરોપીપક્ષ દ્વારા ઉચ્ચ અદાલતોનાં અભિપ્રાયો રજુ કરાયેલ. જે તમામ હકીકત ધ્યાને લઈ તથા આરોપીનાં એડવોકેટ ચંદુલાલ એસ. પટેલની દલીલો ધ્યાને લઈ ધોરાજીનાં એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. એમ. શેખઅ સાહેબ દ્વારા આરોપી નાથાભાઈ રવજીભાઈ ડોબરીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.