For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાગવડના ચકચારી હોટલ સંચાલકના ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

01:40 PM Aug 05, 2025 IST | Bhumika
કાગવડના ચકચારી હોટલ સંચાલકના ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જેતપુરનાં ખોડલધામ કાગવડ મંદિર સામે ભાગીદારીમાં હોટેલ ચલાવતા રાજેશભાઈ હરસુખભાઈ બોદર ગુમ થયેલ હોય સુલતાનપુર પોલીસને વિરપુર જલારામ બાપાની વાડી પાસેથી જવલનશીલ પર્દાથથી સળગેલી હાલતમાં અજાણ્યા વ્યકિતની લાશ મળેલ હોય પોલીસ દ્વારા સોશ્યલ મીડીયા તથા ન્યુઝ પેપરમાં ઓળખ માટે જાહેરાત કરવામાં આવતા લાશ પાસેથી કબજે કરેલ કપડાના ટુકડા તથા સોનાનાં દાંત ઉપરથી મરણજનારના પરીવારજનોએ લાશ ઓળખી બતાવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.કલમ-302, 201,120(બી) મુજબ ગુન્હા નોંધી તપાસ હાથ ધરતા રાજેશભાઈની હત્યા તેમના ભાગીદાર ફુલાભાઈ કેશવભાઈ ઘાડીયા સહિત ત્રણ લોકોએ ભાગીદારી છુટી કર્યા બાદ રકમની લેવડ-દેવડના ઝઘડામાં કાવતરૂૂ રચી હત્યા કરી લાશ સળગાવી દીધેલનુ ખુલતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી ત્યાર બાદ પોલીસે આરોપી સામે ગોંડલ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા સદર હુ કેસ ચાલીજતા આરોપી ફુલાભાઈ કેશવભાઈ ઘાડીયા પક્ષે ધોરાજીના યુવા વકિલ અરવિંદકુમાર જી. કાપડીયા એ ફરીયાદ પક્ષના સાક્ષી તથા સાહેદોની ઉલટ તપાસ લીધેલ અને નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાના સિધ્ધાંતો ટાંકી વિસ્તૃત દલીલો આરોપીના બચાવમાં કરતા. નામદાર ગોંડલ એડી.ડિસ્ટ્રી.એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.એ. ત્રીવેદીએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

Advertisement

આ કામમાં આરોપીના બચાવ પક્ષે ધોરાજીના વકિલ અરવિંદકુમાર જી. કાપડીયા તથા વિકલ જયદિપ ટી. કુબાવત તથા વકિલ પાર્થ વી. વઘાસીયા રોકાયેલ હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement